Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»પૂરના પાણીથી વારંવાર પીડાતા નવસારી જિલ્લાની નદીઓમાં આખરે પાણી આવે છે ક્યાંથી ? જાણો પૂર્ણા નદીનો કેચમેન્ટ એરિયા કયો
ગુજરાત

પૂરના પાણીથી વારંવાર પીડાતા નવસારી જિલ્લાની નદીઓમાં આખરે પાણી આવે છે ક્યાંથી ? જાણો પૂર્ણા નદીનો કેચમેન્ટ એરિયા કયો

1968 માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેલની સ્થિતિ નિર્માણ થઈ હતી. ત્યારે હાલ પણ 2024 ના ચોમાસા દરમ્યાન નવસારી જિલ્લાની દૈનિય હાલત થઈ હતી ત્યારે તમને એ સવાલ જરૂર થશે કે આખરે નવસારીની નદીઓમાં પાણી આવે છે ક્યાંથી ?
Atul RathodBy Atul RathodSeptember 8, 2024Updated:September 8, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari district flood water catchment area of __Purna ambika kaveri river
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

પૂર્ણા નદી એ ડાંગ જિલ્લામાંથી નીકળતી પૂર્વમાંથી નીકળીને પશ્ચિમ તરફ જાય છે. ડાંગ જિલ્લાના સુધી શરૂ થઈને ડોલવણ, બુહારી, વાલોડ, મહુવા થઈને નવસારી શહેરમાંથી પસાર થાય છે. સુધીર નજીક મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડેલો વરસાદ તથા સોનગઢ અને વ્યારા તાલુકામાં પડેલો વરસાદ પણ પૂર્ણા નદીમાં આવે છે.  પૂર્ણ નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા સુધીર, ડોલવ, મહુવા, વાલોડ વિસ્તારમાં એક સાથે 20 ઇંચ થી વધુ વરસાદ પડે તો નવસારી શહેરમાં પૂર આવે છે. અને એક લાખથી વધુ લોકો સીધી અથવા આડકતરી રીતે પ્રભાવિત થાય છે.

1968 ની યાદગાર રેલ નવસારી માટે યાદગાર સાથે દુઃખદાયક

1968 માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેલની સ્થિતિ નિર્માણ થઈ હતી. એમાં પૂર્ણા, અંબિકા, કાવેરી, ખરેરા અને મીંડોળા નદીમાં પૂર આવ્યા હતા. સમગ્ર નવસારી શહેરમાં જ્યાં કલ્પના ન કરી હોય એવા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. નવસારી શહેરના જુનાથાણા વિસ્તાર સુધી પાણી ભરાયા હતા, અને નવસારી રેલવે સ્ટેશનથી માંડીને 50% નવસારી ડૂબી ગયું હતું.

1968 ડિટેલને યાદ કરીને લોકો આજે પણ ગદગદિત થઈ જાય છે. જેમના જીવ બચ્યા છે તેઓ પણ ભગવાનનો આભાર માને છે. 1968 જેવી રેલ અત્યાર સુધી નવસારીમાં નથી આવી એના માટે ભગવાનનો આભાર માને છે.

ક્યાં ક્યાં વિસ્તારમાં કેટલા પાણી આવે છે ?

નવસારી શહેરના 40% વિસ્તારમાં પૂર્ણ નદીના પૂર આવી જાય છે અને કેટલાક વિસ્તારોમાં ખાડીપુર પણ આવી જાય છે.

દશેરા ટેકરી, કાઠીયાવાડી કાઠીયાવાડી જુનાથાણા સ્વપ્ન લોક સોસાયટી ભેંસત ખાડા, રંગુન નગર,હીદાયત નગર રીંગરોડ નવીનગરી, કાશીવાડી મિથિલા નગરી બંદર રોડ જલાલપોર નો 70 ટકા વિસ્તાર, તાસકંદ નગર, શાંતાદેવી રોડ સમગ્ર વિસ્તાર વંદે માતરમ ચોક સુધી, જલાલપોર ગામના બોદાલી વિસ્તારના પાંચ જેટલા ગામો, કસબા, તાવડી, કબીલપોર વિસ્તારનો પાછલો ભાગ નદી કિનારાનો

પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન ..

પૂર્ણા નદીનું ઉદગમ સ્થાન આમ તો ડાંગ જિલ્લામાં ગણવામાં આવે છે. સુબીર અને મહારાષ્ટ્ર વિસ્તારમાંથી વરસાદી પાણીની શરૂઆત થાય છે, એ ડુંગરાળ વિસ્તારોમાંથી પૂર્ણ નદીનો ઉદભવ થાય છે. ત્યારબાદ તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ મહુવા થઈને પૂર્વમાંથી પશ્ચિમ તરફ નવસારી થઈને દરિયામાં ભળી જાય છે.

Ambika River Dang Flood Water Catchment Area Heavy Rain Kaveri River Monsoon Navsari ​​Purna River
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.