Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

નવસારીમાં મુસ્લિમ પ્રોફેસર અને પારસી યુવતીના પ્રેમલગ્નની કરુણ કહાની અંતે સામાજિક રૂઢિચુસ્તતાની સામે માનવીય મૂલ્યોની જીત બની. બંને સમાજોએ અંતિમવિધિ માટે અસ્વીકાર કરતા હિન્દુ સમાજ આગળ આવ્યો અને યુવતીને હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ વિદાય આપી.
Atul RathodBy Atul RathodJune 3, 2026Updated:June 3, 2026No Comments7 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા સંબંધો છે. માતા-પિતા પુત્ર બહેન અને બીજા અનેક સામાજિક સંબંધો પણ પ્રેમના તાતણે જ બંધાયેલા હોય છે. એમાં વિજાતીય સંબંધો એ સમાજનું સ્વીકૃત માળખું છે. સ્ત્રી પુરુષ એકબીજાના ગુણો સદગુણો વિચારોને વાણી વર્તનથી પ્રભાવિત થઈને એકબીજા તરફ આકર્ષતા હોય છે અને પ્રેમ સંબંધોનો ઇકરાર કરીને એકબીજાની ચાહ મેળવવા ભેગા થઈ થતા હોય છે જેને થોડાક શબ્દોમાં પ્રેમ પણ કહી શકાય ક્યાંક આકર્ષણના કારણે પણ ભેગા રહેતા હોય. બસ પ્રેમ ની વ્યાખ્યા તો અનંત રીતે વ્યક્ત કરી શકાય છે જેમાં વિચારો અને ઊંડાણપૂર્વકનો માનસિક અભ્યાસ કરતા લોકો અલગ રીતે તારવી શકે છે.

નવસારી શહેરમાં એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. જેમાં આંતરજ્ઞાતિય લગ્ન માં વિશ્વાસ કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ પ્રોફેસર અને પારસી વિદ્યાર્થીની વચ્ચે પ્રેમના પાંગરણ થાય છે. શહેરની ગાર્ડા કોલેજમાં ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વૈચારિક રીતે સમૃદ્ધ ગણાતા પ્રોફેસર સાથે વિદ્યાર્થીની તરીકે આવેલી પારસી યુવતીને પ્રેમ થઈ જાય છે અને એકબીજાના વૈચારિક પ્રભાવથી પ્રેમ લગ્ન કરે છે અને વર્ષો સુધી સાથે રહે છે યુવતી 55 વર્ષની ઉંમરે પહોંચે છે અને પ્રેમી 70 વર્ષ આંબી જાય છે. ઉંમરનો મોટો ભેદ છે પરંતુ પ્રેમના તાતણે બંધાયેલા પ્રેમીઓ સાથે જીવન વ્યતિત કરે છે. કાળની કહાણી પારસી યુવતીને બીમારીના ધકેલે છે અને મોતને ભેટે છે. અહીંથી શરૂ થાય છે સાચા પ્રેમ અને સામાજિક તાણા વાણા વચ્ચેનો જંગ જેમાં મોતને ભેટેલી પારસી યુવતી અને મુસ્લિમ પ્રોફેસર જે વૃદ્ધાવસ્થા તરફ ધકેલાઈ રહ્યો છે. એને અંતિમ વિદાય આપવાનો.

Navsari Interfaith Love Story Ends in Tragedy, Hindu Community Steps Forward to Help - 8

મુસ્લિમ પ્રોફેસર વચ્ચેના પ્રેમ માં પારસી યુવતી મોતને ભેટે છે પરંતુ સામાજિક રીતિ રિવાજો પ્રમાણે પતિના સમાજની માન્યતાઓ પ્રમાણે યુવતીને મુસ્લિમ રીત રિવાજો પ્રમાણે અંતિમ ક્રિયા કરવાની હોય છે પરંતુ એ સમાજની રૂઢિચુસ્તાનના કારણે સ્વીકારવામાં નથી આવતી અને પારસી સમાજ પણ મુસ્લિમ પ્રેમી સાથે લગ્ન કરવાના કારણે પારસી સમાજના રિવાજો મુજબ અંતિમ ક્રિયા માટેની મંજૂરી આપતો નથી. એક તરફ શિક્ષણના ટોચ પર જઈને બેઠેલા વૈચારિક વ્યક્તિત્વ ધરાવતા પ્રોફેસર સામાજિક રીત રિવાજો અને રૂઢિ ચુસ્તતાના કારણે ન સ્વીકારતા અંતે હિન્દુ સમાજના રીતિરિવાજ પ્રમાણે અગ્નિદાહ આપીને નવસારીના વિરાવળ ખાતે યુવતીને અંતિમ ક્રિયા કરવામાં આવી.

ઘટનાના મૂળમાં વૈચારિક વ્યક્તિત્વ ધરાવતા પ્રોફેસર અને વિદ્યાર્થીની વચ્ચેનો પ્રેમ પારસી અને મુસ્લિમ સમાજની રૂઢિચુસ્તતાના કારણે અંતિમ વેળાએ વિધ્ન રૂપ બન્યો. બંને સમાજે અંતિમ ક્રિયા માટે અસ્વીકાર કરતા હિંદુ સમાજની વિધિઓ પ્રમાણે યુવતી ની વિદાય આપવામાં આવી.

શું પારસી અને મુસ્લિમ સમાજ એટલો બધો રૂઢિચુસ્ત છે કે અંતિમ સમયે પણ મૃતદેહને માન ના આપી શકે??

સામાજિક રૂઢિચુસ્તતાઓ એ સમાજને ટકાવી રાખવા માટેનું મહત્વનું માધ્યમ છે પરંતુ એ રૂઢીચુસ્તતા નિર્જીવ બની ગયેલી અંતિમ પડાવ પર પહોંચેલી ભાવશૂન્ય સિથિલ બનેલા મૃતદેહ ને પણ સમાજમાં સ્વીકારવાની ના પાડે છે ત્યારે સામાજિક રૂઢિચુસ્તતા સમાજ વ્યવસ્થાના અતિરેક તરફ દોરાઈ રહ્યા નું સંકેત આપે છે. મુસ્લિમ અને પારસી સમાજ બંને સમાજો વચ્ચે થયેલું વૈચારિક ઘર્ષણ અને એમાં હિન્દુ સમાજની વિશાળતા સામે આવે છે અને પારસી યુવતીને હિંદુ સમાજના રીતિરિવાજો પ્રમાણે હિન્દુ સ્મશાનમાં સ્થાન આપે છે અને માન પણ આપીને અંતિમ વિદાય આપે છે એ હિંદુ સમાજની વિશાળતા પ્રસ્તુત કરે છે. સામાજિક રૂઢિચુસ્તતાઓના બંધનમાં બંધાયેલા સમાજે આ વિષય પર મંથનની જરૂર છે.

આ ઘટના સામાજિક રૂઢિચુસ્તતા કે પછી ધાર્મિક કટ્ટરતા?? કે પછી આંતરજ્ઞાતિય લગ્નો માટેનો સંદેશો??

મુસ્લિમ પ્રોફેસર અને પારસી વિદ્યાર્થીની વચ્ચેના પ્રેમ સંબંધો માં યુવતી ને અંતિમ સમયે બંને સમાજે સ્વીકારવાની ના પાડી તેવા સમયે હિંદુ સમાજે સ્વમાનભેર પારસી યુવતીનો હિન્દુ રીતિરિવાજ પ્રમાણે અગ્નિદાહ સંસ્કાર આપ્યો. પારસી સમાજ ઇરાનથી આવીને દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની વાતો આજે પણ કરે છે. મુસ્લિમ સમાજ પણ અંતિમ સમયે સમાજની કેટલીક રૂઢિચુસ્તતાઓ સાથે સમાધાન કરી મુસ્લિમ યુવકો અન્ય જ્ઞાતિના લોકોની અંતિમ ક્રિયાઓ કરવા માટે મોટાપાયે જોડા વાના અનેક ઉદાહરણો અને સમાજ સેવા કરતા હોવાનું ધ્યાને આવે છે. ત્યારે નવસારીના પારસી અને મુસ્લિમ સમાજે જે રૂઢિચુસ્તતા પ્રેમી જોડા સામે પ્રદર્શિત કરી છે એ સામાજિક રૂઢિચુસ્તતાની હદ વટાવી હોવાનું પ્રતિત થાય છે.

હિન્દુ સમાજની વિશાળ દ્રષ્ટિ અને માનવીય મૂલ્યનું સંવર્ધન હજારો વર્ષોથી ચાલતું આવ્યું છે અને આજે પણ થયું છે.

મુસ્લિમ પતિ અને પારસી યુવતી વચ્ચે આંતરજ્ઞાતિય લગ્ન થયા અને એમને સામાજિક માન્યતા ન મળતા હિન્દુ સમાજના રીતિરિવાજ પ્રમાણે યુવતીની અંતિમ ક્રિયા કરવામાં આવી. તેવા સમયે બંને સમાજોની સામાજિક કટ્ટરતા પ્રદર્શિત થઈ છે એ હાલના આધુનિક સમયમાં અને વિશ્વ જ્યારે મોબાઈલની એક એપ્લિકેશનમાં વિશ્વ કેદ થઈ ગયું છે તેવા સમયે અલગ સામાજિક સંદેશો આપવાનો પ્રયાસ થયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને એમાં હિન્દુ સમાજ સાથે જેમનો નાહવા નીચોવવાનો સંબંધ નથી તેમ છતાં હિન્દુ સમાજે એમને ધાર્મિક સામાજિક અને માનવીય રીતે સ્વીકાર કરીને પારસી યુવતી ને અંતિમ વેળાએ સ્વીકાર કર્યો છે એ ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ સમાજનું વિશાળ હૃદય અને વિશ્વબંધુત્વની ભાવનાને ઉજાગર કરે છે.

પારસી અને મુસ્લિમ પ્રેમી જોડાઓના સહારે આવ્યા સાજન ભાઈ ભરવાડ..

પ્રેમની અભિવ્યક્તિ તો થઈ જાય છે પરંતુ એનો સામાજિક સ્વીકાર પણ જરૂરી છે. રૂઢિચુસ્તત સમાજો આજે પણ પ્રેમ સંબંધોને માન્યતા આપતા નથી પરંતુ અંતિમ વેળાએ સ્વીકારની વાત આવે છે ત્યારે સામાજિક રૂઢિચુસ્તતતાના બદલે માનવીય સંવેદનાઓ સાથે સમાજે વર્તવુ પણ જોઈએ નવસારી શહેરમાં પારસી સમાજે અસ્વીકાર કર્યો અને મુસ્લિમ સમાજે પણ યુવતીને અંતિમ ક્રિયાઓ માટે માન્યતા ન આપી તેવા સમયે નવસારી શહેરના સાજન ભરવાડ અને તેમની ટીમે યુવતીને હિંદુ સમાજની રીતિરિવાજો પ્રમાણે અગ્નિદાહ આપી વિદાય કરી.

આંતર જ્ઞાતિય લગ્ન કરતા યુવક યુવતીઓએ પણ ચેતી જવાની જરૂર છે નહીં કે આધુનિક થવાની..

નવસારીની ગારડા કોલેજના મુસ્લિમ પ્રોફેસર સાથે વિદ્યાર્થીની પારસી યુવતીને પ્રેમ થયો અને ૫૫ વર્ષની ઉંમરે મોત થતા પારસી અને મુસ્લિમ બંને સમાજે અંતિમ ક્રિયા માટે ના પાડી દીધી પ્રેમ સંબોધન અસ્વીકાર્ય ગણ્યા અને સામાજિક રીતે અમાન્ય ગણીને અંતિમ વેળાએ પણ બંને સમાજોએ ન સ્વીકાર્યા તેવા સમયે પ્રેમી પ્રેમિકાને અંતિમ વિસામો આપવા ક્યાં લઈ જાય?? તેવા સમયે હિન્દુ સમાજના અગ્રણીઓ સામે આવ્યા અને સહારો આપ્યો છે. સામાજિક રૂઢિચુસ્તતાના બંધને બંધાયેલા સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન માટે પ્રેરિત કરતા કિસ્સાઓ સામે આવે છે. અને પ્રેમ લગ્નનો પણ સૌથી વધુ ફેલાવો કરવા માટેની કેટલાક લોકો ચર્ચા કરતા હોય છે. તેવા સમયે રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા સમાજો કેટલીક વાર માન્યતા આપતા નથી અને એ પણ અંતિમ વેળાએ તેવા સમયે આંતર જ્ઞાતિઓ લગ્ન કરતા પહેલા એકવાર સમાજની માનસિકતાઓને પણ ચકાસી લેવાની જરૂર છે. અને ચેતી જવાની જરૂર છે. માણસ સામાજિક પ્રાણી છે એને સમાજની સ્વીકાર્યતા ન મળે તો એ એકલો અટુલો પડી જાય છે અને કેટલીક વાર બહિષ્કૃત પણ થઈ જવું પડતું હોય છે.

પારસી અને મુસ્લિમ સમાજે પ્રેમી જોડા ને અંતિમ સમય સુધી માન્યતા તો ન આપી પરંતુ સ્મશાનમાં બંને સમાજ આવ્યા બોલો !!! કેવી રૂઢિચુસ્તતા અને માન્યતાઓ… !!!

નવસારી શહેરમાં પ્રેમનો એક કરુણ અંજામ આવ્યો જેમાં પારસી મુસ્લિમ પ્રેમી જોડા ઓને અંતિમ સમયે ન સ્વીકારવાનો બંને સમાજનો નિર્ણય પ્રેમી પતિ માટે એક નર્કાગાર સમાન પુરવાર થયો. જેમાં સમાજની માનસિકતા છતી થઈ બંને સમાજે માન્યતા ના આપી પરંતુ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે અંતિમવિધિ કરવામાં આવી ત્યાં બંને સમાજો ઉપસ્થિત રહ્યા અને ત્યાં સુધી વાત ચાલી મીડિયા પર્સન કે પત્રકાર મિત્રો આ ઘટનાને પોતાના કેમેરામાં ન કંડારે ત્યાં સુધી પણ ચેતવણી આપવામાં આવી. કેવી સામાજિક માન્યતાઓ અને માનસિકતાઓ કે જે માણસ મોતને ભેટે છે અને અંતિમ વેળાએ પણ માન ના આપી શકે??

કટ્ટર સામાજિક રૂઢિચુસ્તતાઓ અને માન્યતાઓ દેશની એકતા અને અખંડિતતા માટે ખતરનાક…

સામાજિક અને ધાર્મિક કટ્ટરવાદ એ છેલ્લા કેટલાક સમયથી દેશ અને દુનિયા માટે ખતરા રૂપ બની રહ્યો છે. પોતાના ધાર્મિક પુસ્તકો અને રિવાજોને અલગ રીતે તારવીને માનવીય મૂલ્યોને નેવે મૂકીને વિશ્લેષણ કરવામાં આવે છે ત્યારે કટ્ટરવાદ જન્મે છે અને એ કટ્ટરવાદ સમાજને જોડવાના બદલે તોડવાનો રસ્તો મોકળો કરે છે. ભારતીય સંસ્કૃતિ “વસુદેવ કુટુંબકમ” નો સંદેશો આપે છે. ચાર વેદ,18 પુરાણ, ગીતા રામાયણ મહાભારત જેવા હજારો પુસ્તકો માનવીય સંવેદનાઓને સાચી દિશામાં લઈ જવાના સંદેશો આપે છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં આવી ઘટનાઓ દેશમાં વિઘટનકારી પ્રવૃત્તિ ઊભી કરી શકે સાથે સામાજિક કટ્ટરતાનો પણ સંદેશો પણ આપતા જાય છે.

નોંધ… આ લેખ સત્ય ઘટના પર આધારિત છે. પાત્રોના નામો લખ્યા નથી. કોઈ વિશેષ સમાજને દોષ આપવા માટે અને ત્રાહિત કરવા માટે નથી. આંતર જ્ઞાતિય પ્રેમની સત્ય ઘટના અને કરુણ અંજામ પ્રદર્શિત કરવાનો નાનકડો પ્રયાસ છે.

Gujarat Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,855 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,731 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,394 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,016 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.