Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં શાળા કોલેજ જતી યુવતીઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: બાળકો સાથે આવી ઘટના ચિંતાનો વિષય !
નવસારી

નવસારીમાં શાળા કોલેજ જતી યુવતીઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: બાળકો સાથે આવી ઘટના ચિંતાનો વિષય !

ઘોડિયામાં મળેલા સંસ્કારો જીવનના અંતિમ ક્ષણો સુધી જે તે વ્યક્તિની ઓળખ અને જીવન ચરિયામાં વણાઈ આવતા હોય છે. તત્કાલીન સમાજની રૂઢિ પરંપરા અને સંસ્કૃતિઓ નું જતન અને પાલન કરવામાં આવે તો સામાજિક બદીઓ અને સમાજમાં પ્રસરેલા અનિષ્ટ વિચારોનો નાશ થઈ શકે.
Nilesh GamitBy Nilesh GamitSeptember 25, 2024Updated:September 25, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

21મી સદીના આધુનિક જમાનામાં યુવતીઓને પુરુષ સમોવડી ગણવામાં તો આવી છે પરંતુ પુરુષ પ્રધાન દેશમાં કેટલીક વખત પોતાની સ્વતંત્રતા ના નામે સ્વચ્છંદતા તરફ ચાલી જાય છે અને એનું ભાન નથી હોતું. સંસ્કારો છોડી સ્વચ્છંદતા તરફ જ્યારે યુવાનો નીકળી પડે છે ત્યારે ગંભીર નુકસાન સહન કરવાનો વારો આવે છે અને કેટલીક વાર જીવ પણ ગુમાવવો પડે છે.

નવસારી શહેરની એક હોટલમાં એવી જ પ્રકારની ઘટના ઘટી છે કે જ્યાં નર્સિંગ કોલેજમાં ભણતી યુવતી કોલેજ જવાના બદલે પોતાના પુરુષ મિત્ર સાથે હોટલના ગેસ્ટ હાઉસમાં જાય છે અને શારીરિક સંબંધોના ઉનમાદ માં યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.નવસારીના ગાંધી ફાટક નજીક આવેલ હેપી સ્ટે નામના ગેસ્ટ હાઉસમાં યુવક અને યુવતી પોતાની આંતરિક સમજૂતીથી ગેસ્ટ હાઉસમાં ગયા હતા. જ્યાં બંને યુવક યુવતીઓએ પોતાની આંતરિક સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હતો. 23 વર્ષીય યુવતી ને શારીરિક સંબંધો દરમિયાન અચાનક પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. ગભરાયેલા યુવકે પોતાના મિત્રને ગેસ્ટ હાઉસમાં બોલાવીને દવાખાને લઈ જવા માટેની તજવીજ હાથ ધરી હતી એટલામાં યુવતીનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

સિવિલ હોસ્પિટલમાં લઈ જતા મોતનું કારણ શોધવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જ્યાં પ્રાઇવેટ પાર્ટમાંથી વધુ લોહી વહી જવાના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાક્રમમાં મૂળ વાત યુવતીનું મોતની પજુ છે અને હવે પોલીસ કાર્યવાહી શું કરે છે એના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. પોલીસે હાલ તો યુવતીનું અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

મૃતક યુવતી કોલેજ જવાનું કહી પોતાના પુરુષ મિત્ર સાથે ગેસ્ટ હાઉસમાં ગઈ હતી.

પોતાના પુરુષ મિત્ર સાથે પોતાની આંતરિક સમજૂતીથી 23 વર્ષીય યુવતી ગેસ્ટ હાઉસમાં ગઈ હતી અને અતિ ઉલમાં આવીને શારીરિક સંબંધો બાંધતી વખતે બ્લડિંગ થયું હતું અને જેના કારણે મોત નીપજ્યું હતું. યુવતી નું મોત નીપજતા પરિવારજનોને ફોન કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરી કોલેજ ગઈ છે. અમારી દીકરી ન હોઈ શકે. મા બાપનો આંધળો વિશ્વાસ અને વિશ્વાસનો વિશ્વાસઘાત કરીને યુવતી પોતાના પુરુષ મિત્ર સાથે હોટલ રૂમમાં પહોંચી અને ત્યાં ગંભીર ઘટના ઘટી અને જીવ ગુમાવવો પડ્યો.

યુવક અને યુવતી બંને એક જ સમાજના.

નવસારીના ગાંધી ફાટક નજીક આવેલ હેપ્પી સ્ટે ગેસ્ટ હાઉસમાં યુવક અને યુવતી પોતાની આંતરિક સમજૂતીથી ગયા હતા અને યુવક હીરા ઘસવાના ધંધા સાથે સંકળાયેલો હતો અને યુવતી કોલેજમાં ભણી રહી હતી. બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધો હતા અને લગ્ન કરવા માટે પણ બંને સંમત થયા હતા. બંને એક જ સમાજના હોવાના કારણે લગ્ન નક્કી જ હતું પરંતુ શારીરિક સંબંધોના અનુમાનમાં યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

શાળા કોલેજ જતી યુવતીઓના માતા-પિતાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો

આધુનિક જમાના ના સ્વતંત્રતા ઝંખતા યુવક યુવતીઓ પોતાની મરજી મુજબ જિંદગી જીવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ રૂડી ચુસ્ત ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાની વાતો અને તેમના સંસ્કારો અને સ્વીકારવા સમયની માંગ બની ગઈ છે જેનાથી સમાજમાં પ્રસરેલી બધીઓ અને દૂષણોને દૂર કરી શકાય. કેટલીક વાર વધુ પડતી પારિવારિક છૂટછાટના કારણે દૂષણનો પ્રવેશી જતા હોય છે. શાળા કોલેજે જવાનું કહી અન્યત્ર રખડવું અને આનંદ પ્રમોદ માટે માતા પિતાની જાણ બહાર બહાર જવું એ હવે ફેશન બનતી જાય છે ત્યારે પોતાના શાળા કોલેજ જતા દીકરા દીકરીઓ પર નજર રાખવી જરૂરી છે નહીં કે કુશંકાઓ કરવી.

મોબાઈલ એક સામાજિક દુષણ બનતું જાય છે.

ટેકનોલોજી ના ફાયદા ઘણા હોય છે ગેરફાયદા પણ એટલા જ હોય છે પરંતુ એનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો એ ફાયદાકારક છે પરંતુ જ્યારે એનો દૂર ઉપયોગ થાય છે ત્યારે સામાજિક દૂષણનો પેદા થાય છે. નાનુ બાળક કે જેને મોબાઈલ બોલતા નથી આવડતું એને પણ હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે જેના કારણે વિચાર શક્તિ પર સીધી અસર થઈ છે. મનોવિજ્ઞાન તો નાના બાળકોને મોબાઇલ આપવા બાબતે ઘણી બધી ચર્ચાઓ અને એના દુસ પરિણામો વિશે વાત કરે છે પરંતુ મોબાઈલ નું નાના બાળકો પર ખરાબ અસરો બાબતે કોઈની પાસે વાંચવાનો વિચારવાનો સમય નથી અને પૈસાદાર દેખાવાની હોડમાં નાના બાળકોને પણ પર્સનલ મોબાઇલ આપી દેતા હોય છે જેના કારણે દૂષણોની ભરમાર સમાજમાં ફેલાઈ છે.

Iphone બનાવનાર બિલ ગેટસે પોતાના દીકરાને 18 વર્ષની ઉંમરે ફોન આપ્યો હતો.

બાલ્યકાળ અને યુવાવસ્થા એ જીવનમાં આગળ વધવા માટે સંસ્કારો પ્રાપ્ત કરવા અને શિક્ષણ પ્રાપ્ત કરવાનું મહત્વનું પગથિયું માનવામાં આવે છે. ત્યારે બિલ ઘટશે પણ આવા જ પ્રકારનું કામ પોતાના બાળકો સાથે કર્યું હતું અને સંસ્કારના સિંચનનું કામ કર્યું હતું. બિલ ગેટ્સ પોતે iphone કંપનીના સંસ્થાપક છે અને એમણે દેશ અને દુનિયાને iphone ની ભેટ આપી છે જેનો સમગ્ર દેશ અને દુનિયામાં ક્રેઝ છે પરંતુ એમના દીકરાઓને 18 વર્ષની ઉંમરે જ હાથમાં પર્સનલ મોબાઈલ આપ્યા હતા ત્યારે આવા મોટા ઉદ્યોગપતિ અને વિચારક બિલ ગેટ્સની નીતિ લીટી અને સામાજિક જવાબદારીમાંથી વાલીઓએ કંઈક શીખવાની જરૂર છે.

crimenews death hotel Navsaripolice younggirl
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Nilesh Gamit
  • Website

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.