Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»ડ્રગ વિભાગની શંકાસ્પદ કામગીરી ! ઈસ્માઈલ અને ઇમરાનને ત્યાં ડ્રગ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, નઝીરા માયાતના ઘરે કેમ નહિ ?
નવસારી

ડ્રગ વિભાગની શંકાસ્પદ કામગીરી ! ઈસ્માઈલ અને ઇમરાનને ત્યાં ડ્રગ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, નઝીરા માયાતના ઘરે કેમ નહિ ?

ભેળસેળ એ આજકાલ ધિકતો ધંધો થઈ ગયો છે. દવાઓમાં ભેળસેળ કરીને અથવા તો કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોને પધરાવીને રૂપિયા કમાઈ લેવાનો ધંધો જોર-ચોરમાં ચાલી રહ્યો છે. જેમાં હવે દવા પણ બાકાત નથી.
Atul RathodBy Atul RathodNovember 13, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
navsari-doubtful-operation-drug-department-on-investigation-kangvai-chikhli-nazira-mayat-house
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઈ ગામે આયુર્વેદિક દવામાં એલોપેથી દવા શંકાસ્પદ રીતે ભેળસેળ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ગાંધીનગર ડ્રગ વિભાગે નવસારી સુરત અને વલસાડ ડ્રગ વિભાગની ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

કાંગવાઇ ગામના ઇમરાન અને ઈસ્માઈલના ઘરે રેડ કરવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં આયુર્વેદિક દવાની સાથે એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પેરાસીટામોલ અને સુગરની દવાઓ પણ મળી આવી હતી. સમગ્ર જથ્થો કબજે લઈ ડ્રગ વિભાગે સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

એક મહિનામાં રિપોર્ટ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાક્રમમાં કાંગવાઈ ગામે બેય સમૂહને ત્યાં ડ્રગ વિભાગે રેડ કરી હતી નજીકમાં જ આવેલા નઝીરા માયાત પણ આ જ ધંધા સાથે સંકળાયેલા છે તેમના ઘરે રેડ કરવામાં આવી નહોતી. જેને લઈને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આ ઘરે રેડ કમ ન કરવામાં આવી વર્ષોથી આ પરિવારો દવાના ધંધા સાથે સંકળાયેલા છે અને મોટા પાયે ગુજરાત મહારાષ્ટ્ર અને વિદેશમાં પણ દવાનો જથ્થો મોકલાવે છે. સાથે ક્લિનિકો પણ ચલાવે છે.

શંકાસ્પદ જથ્થો મળવાને પગલે ડ્રગ વિભાગ સેમ્પલોની લેબોરેટરીમાં મોકલ્યા છે તેની રાહ જોવાઇ રહી છે. સાથે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે એલોપેથી દવા રાખવાના ગુનામાં નજીકના સમયમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. નઝીરા માયાતના ઘરે રેડ ન કરવાની લઈને ગામમાં ચર્ચા ચાલી રહી છે કે, ઓળખાણ ના કારણે ડ્રગ વિભાગે એમના ત્યાં રેડ ન કરી જે વાતે ગામમાં ચર્ચાએ જોર પકડયું છે. ડ્રગ વિભાગની શંકાસ્પદ ભૂમિકાને લઈને સમગ્ર ગામમાં ચર્ચા ચાલી રહી છે કે, તમામ લોકો દવાનો ધંધો કરે છે પરંતુ આ જ ઘરે તપાસ કરવા માટે ન જવું ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરે છે !!

કાંગવઈ ગામમાં બનતી શંકાસ્પદ દવાઓનું ઓનલાઇન ધૂમ વેચાણ, વિદેશોમાં પણ નિકાસ થાય છે પરંતુ લાયસન્સ નું શું ??

કાંગવાઇ ગામે ડ્રગ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે ઈસમોને ત્યાંથી શંકાસ્પદ વાળી દવાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ કાર્યવાહી પ્રમાણે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. કાંગવાઇ ગામે બનતી દવાઓનો મોટો જથ્થો ઓનલાઇનનું ધૂમ વેચાણ ચાલુ છે જ્યારે વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. શંકાસ્પદ દવાનો જથ્થો જ્યારે પકડાયો છે ત્યારે વિદેશોમાં નિકાસ કરવામાં આવતી આયુર્વેદિક દવાનો જથ્થાની ગુણવત્તા શું હશે તે પણ ચકાસવાનો વિષય બની ગયો છે.

કાંગવઈના મોલધરિયા અને માયાત પરિવારો આયુર્વેદિક દવા થી ડાયાબિટીસ સાજુ કરે છે !!

ડાયાબિટીસ એ દુહસાધ્ય રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રોગમાં કાયમી દવા લેવી પડતી હોવાનું રિપોર્ટોમાં ઠેરવ્યું છે. ચીખલી તાલુકાના કાંગવઈ ગામ ના ઈસમો દ્વારા સુગર પ્રેશર જેવી દવાઓ બનાવી લોકો સાજા કરવાની વાતો કરવામાં આવે છે સમગ્ર નવસારી જિલ્લામાં આ દવાઓનું વેચાણ કરવામાં આવે છે ત્યારે દવાની ગુણવત્તા ની તપાસ કડકાઈ થી કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રોકી શકાય…

ઈસ્માઈલ અને ઇમરાનને ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળ્યો નઝીરા માયાતને ત્યાં બાજુમાંજ ડ્રગ વિભાગ ફરક્યું સુધ્ધાં નહિ, ભાજપનો લાભ મળે છે ?

ચીખલી તાલુકાના કાંગવાઇ ગામે મોટાભાગના ગ્રામજનો જાણે છે કે ગામમાં દવા કોણ બનાવે છે? ડ્રગ કમિશનર અને તેમની ટીમ દ્વારા કાંગવાઇ ગામે ઇમરાન અને ઇસ્માઈલને ત્યાં રેડ તો કરવામાં આવી પરંતુ બાજુમાં જ આવેલા અને મોટો દવાનો ધંધો કરતા નઝીરા માયાતના ઘરે ડ્રગ વિભાગે પગ પણ મુક્યો નહોતો બાજુમાં જ રેડ કરવા માટે સવારથી સાંજ સુધી રાહ જોતા બેઠા હતા પરંતુ કોઈક વસ્તુ રંધાઇ હોવાના કારણે નઝીરા માયાત ના ઘરે રેડ કરવામાં ન આવી હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે.

એલોપેથી દવાનો મોટો જથ્થો પકડાયો છે એટલે ફરિયાદ તો થશે….ડ્રગ કમિશનર જે.જે. પટેલ, નવસારી.

આયુર્વેદિક દવામાં એલોપેથી દવા મિક્સ કરવું ગુનો છે લેબોરેટરીમાં ગયું છે એક મહિનામાં રિપોર્ટ આવશે.પરવાનગી કે લાયસન્સ વગર મોટા પ્રમાણમાં એલોપેથી દવાનો જથ્થો રાખવો એ ગુનો બને છે એના પર ફરિયાદ નોંધાશે. એકાદ મહિનામાં રિપોર્ટ આવી જશે. આયુર્વેદિક દવામાં એલોપેથી ભેળસેળ કરવી એક ગુનો છે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ આવતા અંકે.. 

chikhli Crime Drug Gujarat Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.