Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»કચરાપેટીમાં પણ કૌભાંડ ! નવસારીમાં બે વર્ષ પહેલા શરૂ કરાયેલા કચરાના પ્રોજેક્ટનો વ્યવહાર સાચવવા ભાજપના નેતા મેદાને…
નવસારી

કચરાપેટીમાં પણ કૌભાંડ ! નવસારીમાં બે વર્ષ પહેલા શરૂ કરાયેલા કચરાના પ્રોજેક્ટનો વ્યવહાર સાચવવા ભાજપના નેતા મેદાને…

"સ્વચ્છતા ત્યાં પ્રભુતા" એ સૂત્ર સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે નું સૂત વાક્ય છે. સ્વચ્છતા એ માનવીય વ્યવહારથી માંડીને જીવન ક્રમ સાથે જોડાયેલો મહત્વનું સૂત્ર છે. નવસારી નગરપાલિકા દ્વારા નવસારી શહેરમાંથી લીલો અને સુકો એમ બંને કચરાઓ અલગ અલગ ભેગા કરીને નવસારી શહેરના બંદર રોડ પર આવેલ ડમ્પીંગ સાઈડ પર ભેગા કરવામાં આવે છે. જેમાં પ્રોસેસ કરી તેમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવા આ આવે છે.  પરંતુ આ કામગીરીમાં પણ અનેક સવાલો વારંવાર ઊભા થાય છે. 
Atul RathodBy Atul RathodDecember 5, 2024Updated:December 5, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari vijalpore nagar palika garbage project scam BJP leader involment Apprehension  
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

પાલિકા દ્વારા બે વર્ષ પહેલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ભીના કચરામાંથી ખાતર બનાવવાનો એટલે કે ઓર્ગેનિક ખાતર બનાવીને વેચવાનો અને આવક ઊભી કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નગરપાલિકાની મશીનરી અને નગરપાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાલિકા દ્વારા ઇજારો આપીને ખાતર બનાવવા માટેના પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચાર મહિનાથી પ્રોજેક્ટ બંધ છે તેમ છતાં નગરપાલિકા પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોવાની ચર્ચા બિલ મૂકીને પૈસા ઉપાડવામાં આવ્યા હોવાની ચર્ચા જોર સોરમાં ચાલી રહી છે.

આ સ્થિતિને પગલે નવસારી નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાંથી રોજ 200 ટનથી વધુ કચરો બહાર નીકળે છે, જે સીધો બંદર રોડ પર ઠાલવવામાં આવે છે અને ત્યાંથી કામગીરી ચાલતી હતી પરંતુ પાલિકા સત્તા દેશોની મેલી મુરાદો પૂરી કરવા માટે કચરાનો ઉપયોગ કરીને કૌભાંડ આચારવામાં આવ્યું હોવાની ચર્ચાઓ જોર શોર થી ચાલી રહી છે. સાથે રાજકીય પક્ષમાં પણ ગરમાવો આવ્યો છે.

Navsari vijalpore nagar palika garbage project scam BJP leader involment Apprehension   (1)

કચરાપેટી માંથી ખાતર બનાવવાનો ઈજારો નવસારી જિલ્લાના મોટા ભાજપના નેતાનું સગો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે કચરો ખાઈ જતા નેતાઓ સામે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે..

કચરાપેટીનો સંચાલક ભાજપના મોટા નેતાનો સગો ..

નવસારી નગરપાલિકાના બંદર રોડ વિસ્તારમાં આવેલા કચરાની ડમ્પિંગ સાઈટ પર લીલા કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને વેચવા માટે પાલિકાએ છેલ્લા ઘણા સમયથી મોટો ખર્ચો કર્યો છે. કચરાપેટી નો ઇજારો શંકાસ્પદ લાગવગશાહીથી ભાજપના નજીકના સગાને આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સ્થળ પર કચરો બનાવવામાં આવે છે કે કચરો વેચીને રોકડી કરવામાં આવે છે તે આશંકાઓ ઊભી થઈ છે.

કચરા પેટીમાં ઠલવાતો કચરો આજુબાજુના વિસ્તારોમાં ખાડા પુરાણ, રીંગરોડ વિસ્તારના ખાડાઓ કચરા થી ભરાયા..

નવસારી નગરપાલિકાના બંદર રોડ વિસ્તારમાં આવેલી કચરાપેટીમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે અને વારંવાર ચર્ચામાં રહેતી હોય છે હાલ બંદર રોડ વિસ્તારનો ખાતર બનાવવાનો પ્રોજેક્ટ બંધ છે તેવા સમયે ભેગો થતો કચરો રીંગરોડ વિસ્તારમાં ખાડા પૂરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું અને કચરો ખાલી કરી રૂપિયા ઉભા કરવાનું અવતરું ચાલી રહ્યું હોવાની ચર્ચા રીંગરોડ વિસ્તારના લોકો કરી રહ્યા છે સમગ્ર ઘટનાક્રમમાં તપાસ કરવામાં આવે તો પાલિકાના કેટલાક કર્મચારીઓ સમગ્ર ઘટનાક્રમમાં સંડોની બહાર આવી શકે અને કચરામાંથી કાળી કમાણી કરનાર લોકો ખુલ્લા પડી શકે તેમ છે.

કચરાપેટીમા ખાતર બનાવવાનું બંધ હોવા છતાં બીલ મૂકી પૈસા લેવાયા !

બંદરો વિસ્તારની કચરાપેટીમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરે તો ત્યાં ઊભા રહેલા વોચમેન અને કર્મચારીઓ ત્યાં જતા મોટા ભાગે રોકે છે અને પૂછે છે કોણ છે ક્યાંથી આવ્યા છે જાણે કચરો ચોરી કરવા આવ્યા હોય તેમ પૂછપરછ કરવામાં આવતી હોય છે કચરાપેટીમાં થી કચરો બનાવવામાં આવી રહ્યો છે કે, પછી કોઈ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. તેની સામે સવાલો ઉભા થયા છે. હાલ ચાર મહિનાથી વધુ સમયથી કચરાપેટી માંથી પ્રોડક્શન બંધ છે. તેમ છતાં પૈસા ખંખેરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર ઘટનાક્રમમાં સત્ય તપાસવા માટે નગરપાલિકાએ તપાસ કમિટી રચવી જોઈએ અને જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ નવસારીના જાગૃતિ નાગરિકો કરી રહ્યા છે.

કચરાપેટી વિભાગમાં પાલિકાના સંચાલકો વહીવટદારો અને નેતાઓનું મેળાપીપણું ?

નવસારી નગરપાલિકા વિસ્તારમાંથી રોજ 2003 થી વધુ કચરો બહાર નીકળે છે અને એનો નિકાલ કરવો દીર્ઘદ્રષ્ટિ વાળા વહીવટદારો અને શાસકોનો હોય છે પરંતુ નવસારી નગરપાલિકાના બંદર રોડ ખાતે આવેલા કચરાપેટીમાં કૌભાંડ આચારવામાં આવ્યું હોવાની ચર્ચા જોરમાં ચાલી રહી છે જેની તપાસ કરવામાં આવી તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે.

છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાના ખર્ચે કચરાપેટી નો ઢગલો ખસેડવા હટાવવા તેમજ અલગ અલગ કામગીરીમાં સાધન સામગ્રીનો મોટાભાઈ ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી ખાતર બનાવીને વેચવામાં આવતું હોવાનું દાવો પાલિકાના સત્તાધિશો અને વહીવટદારો દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ પાલિકાને એમાંથી શું મળ્યું.?? પાલિકાએ ખર્ચો કર્યો એની સામે કેટલી રકમ મળી તે મુદ્દે તપાસણી અને ચકાસણી કરવામાં આવે તો પાલિકાના દવાઓનો છેદ ઉડી શકે અને મોટું કૌભાંડ બહાર આવી શકે પાલિકાના લાખો રૂપિયાનો ખર્ચ આ કૌભાંડમાં થયો હોવાનું અને પાલિકાએ ખોટ સહન કરવાનો તેમ જ પૈસા ખર્ચવાનો વારો આવ્યો હોવાનું બહાર આવી શકે તેમ છે પાલિકાના સત્તા દેશો ઈમાનદારી પૂર્વક સમગ્ર ઘટનાક્રમમાં તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવશે અને રેકેટને ચલાવનાર લોકો ખુલ્લા પડી શકે તેમ છે.

 

 

Dumping Site Navsari Navsari News Navsari Vijalpore municipality
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

February 1, 2026

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,791 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,688 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,335 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,968 Views
Don't Miss
નવસારી

નવસારીના ફ્લાવર શોમાં યોગ અને ફૂલોનો અનોખો સમન્વય – “ઓક્સિજન ઈનટેક પ્રો મેક્સ”

By Atul RathodFebruary 1, 20260

નવસારી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેરના ઐતિહાસિક ફ્લાવર શોમાં “ઓક્સિજન ઈનટેક પ્રો…

નિશાન પર હતા આ સાત લોકો, નવસારીમાં આતંકી કાવતરું નિષ્ફળ, ફૈઝાન શેખ ATSના હાથે ઝડપાયો

January 30, 2026

નવસારી મહાપાલિકામાં “ચટ મંગની પટ બ્યાહ” ! શાળાના “મુતરડી વિવાદ”, પર NMC કમિશનર દેવ ચૌધરીનું એક્શન

January 28, 2026

શ્રી માતા વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિની જીત, જાણો શું છે આખી ઘટના, A ટુ Z એનાલિસિ સાથે

January 28, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.