પુત્ર જન્મના વધામણા તો જગત આખા એ જોયા છે પરંતુ દીકરી રત્ન ના વધામણા રંગે ચંગે ભાવવિભોર હૃદયે બહુ ઓછા મળે છે.
યમરાજ ને ઘરના દ્વારેથી પાછો વાળ્યો,
શક્તિનું સ્વરૂપ તું, માત પિતાનો જીવન ઉદ્ધાર તું,
એક નહીં તું બે કુળ તારણહાર,
દીકરી રતન તું એ માત પિતા નું સંસાર ધર્મ પાળ્યો…
નવસારી શહેરના કલમના ખોળે પોતાનું જીવન વ્યતીત કરનાર હિતેશ સોનવણે એ નવો ચીલો ચાતરિયો છે. પોતાના ઘરે બાળ દીકરીના વધામણા બેન્ડબાજા અને લાગણીસભર હૃદયથી કર્યા. જે સમાજ માટે સૂચક, સામરિક જરૂરિયાત અને લોખંડ હ્રદય ના સમાજ માટે ઉદાહરણ રૂપ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે. લાગણીથી છલોછલ છલકાતુ હૃદય અને ઉરમાં દીકરી પ્રત્યેની લાગણી ઈશ્વર રદય સ્વીકારી અને પુત્રી રતનનો જન્મ થયો એનો સમગ્ર પરિવારમાં આનંદ ઉલ્લાસ છે. સાથે પિતા તરીકે “હિતેશ’ જેનું નામ છે જેનો અર્થ થાય છે ” માત્ર હિત વિચારતો, ઈર્ષાઓ ન કરતો ” એવો થાય છે જેણે પોતાના નામ પ્રમાણે ગુણ દર્શિત કર્યો છે અને સમાજમાં દીકરીનું મહત્વ દિકરીના ગુણો સંસ્કારો અને દીકરીની મહત્વતા પોતે સમજ્યા છે અને સમાજને સમજાવવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે.
નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલી રાધેપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હિતેશ ભાઈએ પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી છે. પોતાના ઘરે જન્મેલી દીકરીને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે ગાડીને શણગારી અને ઢોલ નગારા બેન્ડબાજા સાથે સજાવીને રંગે ચંગે આનંદ ઉલ્લાસ સાથે પોતાના ઘરમાં પ્રવેશ કરાવ્યો છે. લક્ષ્મી અને સરસ્વતીએ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતું હોય છે બંને પીઓ ઘરમાં હોય એ પરિવારને કોઈ ન ડગાવી શકે ” મેરુ તો ડગે પણ મન ના ડગે ” તેવું વાતાવરણ બંધુ હોય છે. નારી શક્તિના અલૌકિક શક્તિઓનો ભંડાર છે. જેના વખાણ નહીં પરંતુ પૂજનીય છે.
“પુજ્યન્તે નારીહ,
રમન્તે તત્રહ દેવતાહ”
ઉપરનું સુત વાક્ય આદિ અનાદિ કાળથી ચાલી આવે છે નારી દુનિયાનું અલૌકિક વ્યક્તિત્વની સાથે પૂજ્ય સ્વરૂપ છે. ત્યારે હિતેશભાઈએ પોતાની દીકરી ને ઘરે લઈ જવા માટે જે આયોજન કર્યું છે એ દીકરીને સાપનો ભારો ગણતા સમાજને કંઈક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. જે સંદેશો સમાજમાં પરિવર્તનની આધી અને હાલના સમયમાં કેટલાક સમાજોમાં સ્ત્રીઓની ઘટી રહેલી સંખ્યા ને સંતુલિત કરવા માટે અને સામાજિક ઢાંચા ને મજબૂત કરવા માટેનું એક સામાજિક જરૂરિયાતનું પાસું છે જેના પર સૌ કોઈએ નજર નાખવાની અને શીખ લેવાની જરૂર છે.
ભગવાનના આશીર્વાદ જ છે કે મને દીકરી રતન આપી… હિતેશભાઈ સોનવણે..
દીકરો કે દીકરીએ કુદરતની દેન છે એમાં ઈશ્વરીય શક્તિનું પ્રદાન ગણવામાં આવે છે ત્યારે હિતેશભાઈએ ભગવાનની ઈચ્છા અનુસાર જે મળે તે સ્વીકારવાનું મન બનાવ્યું હતું પરંતુ દીકરીનો જન્મ થતાં ભગવાને તેમને આ દુનિયાનું સમગ્ર સુખ આપી દીધું હોય તેવો અહેસાસ કર્યો છે. ભગવાનનો કેવી રીતે મારે આભાર માનવો તે હું જણાવી શકતો નથી એવા વાક્યો તેમના મુખ્ય થી નીકળી રહ્યા છે.
હિતેશભાઈ સોનવણે એ કરેલું શુભ કાર્ય સમાજ માટે ઉદાહરણરૂપ..
સમાજમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેવા સમયે સામાજિક અનબેલેન્સ ની સ્થિતિ ઊભી થઈ છે. તેવા સમયે દીકરી કે દીકરા પ્રત્યે સમભાવ નો સંદેશ સમાજ માટે દાખલા રૂપ બની શકે તેમ છે દીકરી જન્મને તેમણે જે રીતે વધામણા કર્યા છે એ વધામણા દરેક સમાજે દરેક વ્યક્તિએ વધામણા કરવાની જરૂર છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં દીકરા કે દીકરીનો ભેદ હોતો નથી કુટુંબમાં માત્ર દીકરીઓ જ હોય તો ઘર જમાઈ લાવવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના ગામિત વસાવા તથા નવાપુર વિસ્તારના કેટલાક સમાજોમાં દીકરા કે દીકરી પ્રત્યે કોઈ પણ ભેદ રાખવામાં આવતો નથી. એક જ પરિવારમાં બધી જ દીકરીઓ હોય તો પણ સામાજિક ઢાંચા ને સાચવવા માટે ઘર જમાઈ લઈ જવામાં આવે છે. જેનાથી પરિવારનું સંતુલન જળવાઈ રહેતું હોય છે. સમભાવનો સંદેશ આ સમાજો આપે છે જેની પણ શીખ લેવા જેવી છે.