કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શકતા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી. મહત્વનું છે કે આના આધારે નવસારી જિલ્લા મંડળના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં તાલુકા અનુસાર મંડળ પ્રમુખ ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર કરવા પહેલાં પ્રદેશ કક્ષાએથી મોટાભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે. તાલુકા કક્ષાએથી ભરાયેલા ઉમેદવારોના ફોર્મ ધ્યાને લઈને કાર્યકર્તા નું બેગ્રાઉન્ડ, સહિતના ક્રાઈટેરિયા નો અભ્યાસ કર્યા બાદ તાલુકા મંડળ ના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવતી હોય છે.
મહત્વનું છે કે મંગળવારે નવસારી જિલ્લાના વિવિધ શહેર અને તાલુકાઓના નામોની જે યાદી જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે આ ઉમેદવારોએ જ્યારે ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે આ વખતે પણ અનેક ક્રાઈટેરિયા તેમના માટે રાખવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને નિશ્ચિત ઉંમર અને બે ટર્મના સક્રિય સભ્ય હોવા જોઈએ તેવા ક્રાઈટેરિયા હોવા જોઈએ તે અંગેની ચર્ચા થઈ રહી હતી. આ સિવાય ભારતીય જનતા પાર્ટી માટે તેમણે કરેલા કાર્યોને પણ ખાસ ધ્યાને લેવામાં આવે છે.
જુઓ નામ અને તસવીરો








