Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»ગુજરાતમાં ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ, સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો
ગુજરાત

ગુજરાતમાં ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ, સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો

ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે. આ માટે અલાયદી સુવિધા SMC ને મળશે.
Atul RathodBy Atul RathodJanuary 7, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા એસ.એમ.સી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ATSને પણ વર્ષ ૨૦૦૨માં પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું. હવે SMC દ્વારા ATSની જેમ ગુજરાત તેમજ દેશમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ વિરુદ્ધ સક્રિય રીતે પગલાં લેવામાં સક્ષમ બનશે અને અસરકારક કામગીરી કરશે.

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનથી શું થશે?

ઝડપી અને અસરકારક તપાસ: સ્થાનિક પોલીસ સ્ટેશન સહિતની અન્ય મંજુરીઓમાંથી મુક્તિ મળતાં તપાસની પ્રક્રિયા ઝડપી બનશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ શકશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસ: આ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે.

સીધુ માર્ગદર્શન: સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે.

આ નિર્ણયથી ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર અંકુશ આવશે અને રાજ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. આ પોલીસ સ્ટેશનની સ્થાપના માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. હાલ જ્યાં આ સેલ કાર્યરત છે ત્યા જ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ છે.

Crime News Gujarat News gujarat police State Monitoring Cell State Monitoring Cell Gujarat
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

March 23, 2026

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,807 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,702 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,352 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20253,989 Views
Don't Miss
નવસારી

NPL Season 4 : નવસારી પ્રીમિયર લીગ 2026નો થશે પ્રારંભ: પ્રથમવાર ડે-નાઈટ મેચોથી ક્રિકેટનો વધશે રોમાંચ

By Atul RathodMarch 23, 20260

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર…

નવસારી મહાનગરપાલિકાના બજેમાં સમાન્ય જનતા માટે શું? જુઓ 1286 કરોડના બજેટની A ટુ Z વિગત

March 23, 2026

જીવતો વાયર પડ્યો… નવસારીમાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું કરુણ મોત

March 17, 2026

નવસારી ભાજપમાં રાજીનામા પ્રકરણ: 35 હોદ્દેદારોના રાજીનામા સ્વીકારાયા, નવા માળખાની તૈયારી!

March 2, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.