નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)એ નવસારી પ્રીમિયર લીગ (NPL) શરૂ કરી છે, જે આઠ વર્ષના વિરામ પછી ફરીથી આયોજિત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ નવસારી જિલ્લાના યુવા ક્રિકેટ ખેલાડીઓની છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને તેઓને પ્રદર્શિત કરવાનો છે. લીગમાં જિલ્લાના 8 ટીમો ભાગ લેશે અને NDCAમાં નોંધાયેલા 120 ખેલાડીઓ આ મંચ પર પોતાનું કૌશલ્ય બતાવશે.
લૂંસીકુઇ મેદાન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર નયન મોંગિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલિવૂડના જાણીતા અભિનેતા રાહુલ રોય પણ હાજર રહેવાના છે. આ લીગ ત્રીજીવાર નવસારીમાં યોજાઈ રહી છે અને IPL સાથે સમકક્ષ શરૂ થવાથી નવસારીના ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.