Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી ખાતે વંદે ભારત ટ્રેન ના સ્ટોપેજ ની માંગણી રેલ મંત્રાલય તરફથી સ્વીકારાય, ટૂંક સમયમાં થશે જાહેરાત
નવસારી

નવસારી ખાતે વંદે ભારત ટ્રેન ના સ્ટોપેજ ની માંગણી રેલ મંત્રાલય તરફથી સ્વીકારાય, ટૂંક સમયમાં થશે જાહેરાત

નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટે રેલ મંત્રાલયે મંજૂરી આપી. સ્થાનિક આગેવાનોની માંગણીએ પરિણામ આપ્યું, ટૂંક સમયમાં અમલ થશે.
Atul RathodBy Atul RathodJuly 29, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારત સરકારના રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ ની માંગણી કરવામાં આવી. મંત્રાલય તરફથી આ મહત્વપૂર્ણ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે..


આ બેઠક દરમિયાન નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક લાંબા સમયથી બાકી પ્રશ્નો પર પણ ચર્ચા થઈ. સ્ટેશનના આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્ર, વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ ટ્રેન સેવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. રેલ મંત્રીએ આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો. આ ઉપરાંત સુરત અને વાપી વચ્ચે ચાલતી મેમુ ટ્રેન માટે પણ રજૂઆત કરાય છે જે અંગે રેલવે મંત્રાલય દ્રારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે .આ બેઠકમાં નવસારી જિલ્લાના ધારાસભ્યો શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની,માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના હોદ્દેદારો તથા નવસારી ચેમ્બર ઓફ કોમર્સના શ્રી રાજુભાઈ દેરાસરીયા, નવસારી ક્રેડાઈના શ્રી ભરતભાઈ સુખડિયા, નવસારી ડાયમંડ એસોસિયેશનના શ્રી કમલેશ માલાની સહિતના અગ્રણીઓ હાજર રહ્યા.

નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લાના મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક ટ્રેન સેવા મળશે. રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ સુવિધા મુસાફરીનો સમય ઘટાડશે અને દક્ષિણ ગુજરાતને રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડશે.

કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે.

“નવસારીના પ્રજાજનોને આધુનિક રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા અમે પ્રતિબદ્ધ છીએ. વંદે ભારત સ્ટોપેજ જિલ્લાના વિકાસમાં એક નવી સિદ્ધિ સાબિત થશે.”

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહએ ઉમેર્યુ હતું કે

“બેઠકમાં નવસારીના અનેક રેલવે પ્રશ્નો પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આવનારા સમયમાં મુસાફરો માટે નોંધપાત્ર સુધારો જોવા મળશે.”

ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપતી આવી છે અને ભવિષ્યમાં પણ નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.

Navsari Navsari Railway Railway News
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,734 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.