નવસારી શહેરનો એક પૂર્વ કોર્પોરેટર છે કે જેણે યુવતી સાથે અડપલા કર્યા ની ચર્ચા જાગી હતી અને મોટી રકમ ચૂકવીને સમગ્ર કેસને દબાવી દીધો હતો. એવા બે શરમ નવસારી શહેરના પૂર્વ કોર્પોરેટરે ફરી ટિકિટ માંગી છે. ખાઈ પીને કસરત કરીને તગડા થઈને ફરતા આ નેતાએ નિર્લજ્જ કર્યું હતું તેમ છતાં હવે ફરીથી મહાનગરપાલિકામાં ટિકિટ માંગીને કોર્પોરેટર બનવાના સપના જોઈ રહ્યા છે…
નવસારીના એક વોર્ડમાં તો એવા પરિવાર છે કે જેણે માત્ર ઘરકામ કરવાવાળા બેનને જ બાકી રાખ્યા છે બાકી આખા પરિવારને ટિકિટ માંગી છે લાજ શરમની પણ હદ હોય છે રાજકીય લાભ લેવાની પણ મર્યાદા હોય છે આ તો સમગ્ર પરિવાર જાણે સેવા કરવા માટે થનગનતું હોય તેમ આખું પરિવાર ટિકિટ માંગીને બેઠું છે આખા પરિવારે ટિકિટ તો માંગી છે પરંતુ રાજકીય પક્ષો સિવાય પોતે અંગત રીતે કે કોઈ અન્ય સંસ્થા સાથે સંકળાયેલી બે-પાંચ રૂપિયા દાન કર્યું છે કે કેમ એ ચેક કરી લેવાની તપાસ કરી લેવાની જરૂર છે આવા લોભિયા પરિવારોને ઓળખી લેવાની પણ જરૂર છે.
વિવાદિત કોર્પોરેટર
નવસારી મહાનગરપાલિકામાં એવા પૂર્વ કોર્પોરેટરે ટિકિટ માંગી છે કે જેણે પાલિકાના જ કર્મચારીઓને ધમકાવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાએ શહેરમાં પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટેનું અભિયાન હાથ ધર્યું છે જેમાં વીરાવળ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ ગાડીમાં ભરીને વેચાણ કરવા આવ્યા હતા અને એને મહાનગરપાલિકાની ટીમે પકડી પાડ્યો હતો. આ અલ્લડ અને ફાટીને ધુમાડે થઈ ગયેલા પૂર્વ કોર્પોરેટરે મહાનગરપાલિકાના કર્મચારીઓને ધમકાવ્યા હતા અને હું કોણ છું તમે ઓળખો છો??? એવી બોળાસ મારીને કર્મચારીઓને ધમકાવ્યા હતા અને ગાડી છોડાવી દીધી હતી આવા લોકો નગરપાલિકામાં ચૂંટાઈને આવશે તો શું કરશે તમે જ વિચારી લો..
સેવા કરે એવા ને જ મત આપજો…… ભાઈ…..
નવસારી ના શાંતાદેવી રોડ વિસ્તારમાં રહેતા એક પૂર્વ કોર્પોરેટરે લોક સેવા કરવા માટે ટિકિટ લીધી હતી અને પછી ઉભી પૂંછડી કરીને ભાગી ગયો હતો. સમાજસેવા કરવા માટે મેદાનમાં તો ઉતર્યો હતો પરંતુ સહન ન થયું સેવા કરવાનું ભૂત ઊતરી ગયું એટલે નવસારીમાંથી તબલા સારંગી ખંખેરીને સુરત ભાગી ગયા હતા. આવા કોર્પોરેટરોને પણ ચેતીને રહેવા જેવું છે.
વોટરો જોઈ લેજો…. કેટલાક નેતા કમાવવા જ આવેલા છે નોકરી ધંધો કંઈ જ નથી..
નવસારી મહાનગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે હોડ જામી છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ટિકિટ માંગવા માટે ઉંટી પડ્યા છે પરંતુ કેટલાક એવા કાર્યકર્તાઓ પણ છે કે જેમણે ટિકિટ માંગી છે પરંતુ કોઈ કામ ધંધો કરતા નથી માત્ર અને માત્ર ઘરનું રોટેશન ચલાવવા માટે અને નાના મોટા કોન્ટ્રાક્ટરો અધિકારીઓ પાસેથી ચાપુ ચપટી ઉઘરાવીને ઘર ચલાવવા માટેની પહેલ કરશે આવા નેતાઓને ભાજપે પણ ટિકિટ ના આપવી જોઈએ અને કાર્યકર્તાઓએ પણ ઓળખી લેવાની જરૂર છે. કોઈ કામ ધંધો ન કરતા હોય એવા લોકોને ટિકિટ આપતા પહેલા વિચારવું જોઈએ…
સેવાનો લોભ પણ અજીબ હોય છે, બે વાર ત્રણ વાર ચાર વાર પણ ટિકિટ જ માંગ્યા કરવાની..
નવસારી શહેરમાં કેટલા એવા લોકો છે કે જેઓ ત્રણથી ચાર ટર્મ થઈ ગઈ હોવા છતાં ટિકિટો જ માંગી રહ્યા છે નગરપાલિકા સમયથી ટિકિટ માંગીને નવસારી નગરપાલિકામાં આવ્યા પ્રકારની સેવા બજાવી છે કે નવસારી સૈનિક કાયાપલટ થઈ જાય હવે ફરીથી મહાનગરપાલિકાના મોટા માળખામાં અને મોટા બજેટમાં શહેરની કાયાપલટમાં પોતાનું યોગદાન આપી શકે એના માટે તલપાપડ છે….
અફસોસ, થોડાક વહેલા જન્મ લઈ લીધો, શું સાત પૂરા થઈ ગયા એટલે ટિકિટ ના મળે????
નવસારી મહાનગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે યુવાનોથી લઈને આધેડ સુધીના લોકોએ ટિકિટો માંગી હતી પરંતુ 60 વર્ષ સુધીનો ક્રાઈટેરિયા આવી ગયા હોવાની ચર્ચા ને પગલે 60 વર્ષ વટાવી ગયેલા કાર્યકર્તાઓમાં નિરાશા નું મોજુ ફરી વળ્યું છે 60 વર્ષ વટાવી ગયેલા અને ટિકિટ માંગતા લોકોને મનમાં મનમાં અફસોસ થતો હશે કે સાલું વહેલું જનમ લઇ લીધો 60 વર્ષ પૂરા થઈ ગયા એટલે ટિકિટ ન મળી… આવી વધુ માટે રાહ જુઓ…
