Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List
નવસારી

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

નવસારી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષે જીત માટે અનુભવી તેમજ નવા ચહેરાઓને તક આપી છે.
Atul RathodBy Atul RathodApril 10, 2026No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Screenshot
Screenshot

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે તમામ વોર્ડમાં જીત હાંસલ કરવાની વ્યૂહરચના સાથે અનુભવી તેમજ નવા ચહેરાઓને તક આપી છે.

એક મહાનગરપાલિકા, એક જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક નગરપાલિકા માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે.

નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ માટે 52 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માટે 30 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. તાલુકા પંચાયત હેઠળ નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાઓના ઉમેદવારો જાહેર થયા છે. કુલ 132 ઉમેદવારોને તક આપવામાં આવી છે.

ગણદેવી નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આ વખતે ભાજપે મોટા ફેરફારો કર્યા છે. ત્રણ વખત ચૂંટણી લડેલા ઘણા જૂના ચહેરાઓને ટિકિટ આપવામાં આવી નથી. વય મર્યાદા પણ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 68 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું નથી.

 

પાર્ટીના કેટલાક જાણીતા નેતાઓ જેમ કે જીગીશા, મીનલબેન દેસાઈ અને જગદીશ મોદી જેવા નામો પણ યાદીમાંથી બહાર રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સંગઠનાત્મક રીતે સક્રિય રહેલા અશોકભાઈ ધોરાજીયાને મહત્વપૂર્ણ તક આપવામાં આવી છે.

મેયર પદ માટે તેમનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અશોકભાઈ ધોરાજીયાએ નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં પાર્ટી માટે સક્રિય કામગીરી કરી છે.

આ વખતે ભાજપે લગભગ 70% નવા ચહેરાઓને તક આપી છે, જેથી યુવા અને નવી ઊર્જા સાથે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે.

નવસારી મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડોમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં દરેક વોર્ડમાંથી અનેક ઉમેદવારો મેદાનમાં ઉતરશે. વોર્ડ નં. 1 થી લઈને અંતિમ વોર્ડ સુધી ભાજપે સ્થાનિક સ્તરે સક્રિય રહેલા કાર્યકરોને પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને શહેરના વિકાસ, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હોવાનું પક્ષના સૂત્રોએ જણાવ્યું છે.

પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર દરેક વોર્ડમાં જીત માટે મજબૂત ગણાતા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. સ્થાનિક મુદ્દાઓ જેમ કે પાણી, રસ્તા, ગટર વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો પણ મેદાનમાં ઉતરવાના હોવાથી ટક્કર રસપ્રદ બનવાની શક્યતા છે.

Navsari NAVSARI CITY Navsari Municipal Commissioner Navsari Municipal Corporation
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,837 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,003 Views
Don't Miss
નવસારી

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

By Atul RathodMay 26, 20260

નવસારી મહાનગરપાલિકામાં મેયર પદને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ આવી…

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.