Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

નવસારી મહાનગરપાલિકા માટે BJP દ્વારા “વિઝન નવસારી” રજૂ કરાયું, જેમાં 1207 કરોડના બજેટ આધારિત ટ્વીન સિટી, સ્માર્ટ વિકાસ અને રોજગાર કેન્દ્રિત યોજનાઓનો સમાવેશ કરાયો છે.
Atul RathodBy Atul RathodApril 16, 2026Updated:April 16, 2026No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવી રહ્યા છે. એ જ કડીમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા માટે “વિઝન નવસારી” રજૂ કરવામાં આવ્યું છે.

આ વિઝન ડોક્યુમેન્ટ મહાનગરપાલિકાના અંદાજિત 1207 કરોડના વાર્ષિક બજેટને આધાર બનાવી તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અને સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવસારી અને સુરતને જોડીને “ટ્વીન સિટી” તરીકે વિકસાવવાનો ઉલ્લેખ આ ડોક્યુમેન્ટનું મુખ્ય આકર્ષણ બની રહ્યો છે.
શહેરના વિકાસને સાંસ્કૃતિક વારસાથી આધુનિક સુવિધાઓ સુધી આગળ ધપાવવાનો સંકલ્પ પણ રજૂ કરવામાં આવ્યો છે. “સ્માર્ટ, સંસ્કારી અને સમૃદ્ધ નવસારી” બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શહેરને નવી દિશા આપવાની દાવેદારી કરે છે.

આ ઉપરાંત, મહાનગરપાલિકામાં પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા સાથે સ્વાસ્થ્ય અને રોજગાર ક્ષેત્રે કોરિડોર વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ અને બિઝનેસ ઝોનના વિકાસ માટે ખાસ આયોજન કરવાની વાત પણ આ વિઝનમાં કરવામાં આવી છે, જેથી સ્થાનિક સ્તરે રોજગારીના વધુ અવસર ઉભા થાય.

કોમન ઇકોનોમિક કોરિડોર, ડિજિટલ સુવિધાઓનો વિકાસ, સંયુક્ત અર્બન પ્લાનિંગ અને ઇન્ટીગ્રેશન જેવી યોજનાઓ દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન દર્શાવવામાં આવ્યો છે.
સાથે જ શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, મહાનગરપાલિકાના બજેટ આધારિત આ વિઝન ડોક્યુમેન્ટ દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ વચનોને અમલમાં કેવી રીતે ઉતારવામાં આવે છે અને લોકો કેટલો વિશ્વાસ દર્શાવે છે.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,831 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,716 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,369 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,000 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.