Author: Atul Rathod

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ વચ્ચે પોલીસ દ્વારા 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે સરાહનિય કામગીરી કરવામાં આવી છે. વડાપ્રધાનના રૂટ પર ભારે ટ્રાફિક વચ્ચે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનું જવાબદારીભર્યું કાર્ય નવસારી પોલીસે હાથ ધર્યું. વાંસી ગામે વડાપ્રધાન મોદીની સભા માટે દક્ષિણ ગુજરાતમાંથી આશરે 1.5 લાખ મહિલાઓના ઉમટવાના કારણે ટ્રાફિકની સ્થિતિ ગંભીર બની હતી. છતાં, પોલીસ દ્વારા સવારથી જ યોજના બનાવીને વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. નવસારી એસપીના માર્ગદર્શન હેઠળ શહેર અને આસપાસના વિસ્તારોમાં અગાઉથી જ પિક-અપ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા હતા. પરીક્ષા માટે જતા વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર…

Read More

નવસારી માં જિલ્લા ભાજપ પ્રમુખ ના નામની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહને રિપીટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહ દ્વારા ફરિયાદ વગરની કામગીરી કરી છે. નવસારી જિલ્લાના નાના થી નાના કાર્યકર્તા થી લઈને તમામ મોટા હોદ્દેદારોને સાચવીને તેમણે મહત્વની ભૂમિકા ભાજપને આગળ લાવવા માટે ભજવી છે. તેમના ગત જિલ્લા ભાજપ પ્રમુખના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્વના કામો અને નવસારી જિલ્લામાં ભાજપનો વિસ્તાર વધારવા માટે મહત્વની ભૂમિકા સંગઠનમાં તેમની સાબિત થઈ છે. ત્યારે આજે ગુરુવારે તેમને ફરી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં…

Read More

નવસારીના વિજલપોર ખાતે રવિવારના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હોવાની ઘટના સામે આવી હતી. મહત્વનું છે કે આ દરમિયાન કોંગ્રેસના ખેસ પણ આ વિજલપોરની મહિલાઓએ ધારણ કર્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મોટી સંખ્યામાં જોડાઈ હતી મહિલા મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમિયાન વિજલપોરના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આ દરેક લોકોની હાજરીમાં અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને નવસારી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખની હાજરી અને આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ કોંગ્રેસમાં જોડાઈ હતી. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાતોરાત કઈ એવી ઘટના ઘટી કે જેને કારણે મહિલાઓ એવા નિવેદનો આપતી જોવા મળી હતી કે અમે ફક્ત…

Read More

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની કન્યાશાળા નંબર-1માં મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ ઉભો થયો છે. શાળાની ધોરણ 4ની એક વિદ્યાર્થીનીના ભોજનમાંથી ઇયળ મળી આવવાના મામલાએ ચકચાર મચાવી છે. શાળામાં અભ્યાસ કરતી 228 વિદ્યાર્થીનીઓ માટે પૂરા પાડાતા ભોજનમાં આવી ખામીઓ વારંવાર સામે આવી રહી છે. શિક્ષકોને વાતની જાણ થતા જ તેમણે તાત્કાલિક ભોજનની ગુણવત્તા તપાસી હતી અને ઘટનાને ગંભીરતાથી લીધા બાદ શાળા સંચાલન સમિતિ (SMC)ના અધ્યક્ષે મધ્યાહન ભોજન સ્વીકારવાની ના પાડી છે. શાળાએ પણ મધ્યાહન ભોજન ન સ્વીકારવા માટે રજૂઆત કરી છે. વાલીઓમાં ચિંતાનું મોજું નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરા પાડવામાં આવતા ભોજનની ગુણવત્તા પર અગાઉ પણ સવાલો ઉઠ્યા છે.…

Read More

કોઈપણ શહેર હોય તો તેની સમસ્યાઓ અને હોય છે. આ સમસ્યાઓ જે તે પાલિકા કે શાસક પક્ષને જણાવ્યા બાદ દરેક સમસ્યાઓનો હલ કરવામાં આવતો હોય છે. પરંતુ વિજલપુરના લોકો તો એટલા કંટાળ્યા છે કે શાસકોને પણ રજૂઆત કરી તંત્રને પણ રજૂઆત કરી પરંતુ કોઈ પણ પ્રકારનો સમાધાન સમસ્યાઓનો ન આવતા આખરે વિજલપુરના નાગરિકો કોંગ્રેસ તરફ પડ્યા હતા. હવે વાત ફક્ત નાગરિકોની નથી પરંતુ મહિલાઓએ મોરચો ઉપાડ્યો છે. કોંગ્રેસના નવસારી જિલ્લાના મહિલા પ્રમુખની આગેવાનીમાં વિજલપુર ની 150 થી વધુ મહિલાઓ આજે કોંગ્રેસમાં જોડાઈ. વિજલપુર માં એવી તો શું ઘટના બની નવસારી નો વિજલપુર વિસ્તાર એટલે કે આ વિસ્તારમાં આરસી પટેલ નો…

Read More

નવસારીમાં સાયબર ક્રાઈમના મામલાઓ ફરી પ્રકાશમાં આવ્યા છે, જ્યાં એક જ દિવસમાં સાયબર ઠગાઈના પાંચ નવા કેસ નોંધાયા છે. આ તમામ કેસોમાં કુલ 32 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસ દ્વારા અલગ-અલગ 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, અને તપાસ ચાલી રહી છે. પ્રથમ કેસમાં ખેરગામના રહીશ ચેતન પટેલને વોટ્સએપ પર લિંક મોકલી એક ઓસ્ટ્રેલિયન ઇલેક્ટ્રોનિક કંપનીમાં રોકાણની લાલચ આપી 50,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી. બીજામાં, વિજલપોરના પ્રતીકકુમાર પટેલ સાથે ટેલિગ્રામ પર લિંક દ્વારા 99,900 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. ત્રીજા કેસમાં, નવસારી શહેરના વેપારી જયેશ વખારિયાને વોટ્સએપ પર ઉંચા વળતરની લાલચ આપી છ શખ્સોએ શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને 23 લાખ…

Read More

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં દિવસદહાડે લૂંટની ઘટના ઘટતાં લોકોમાં દહેશત ફેલાઈ છે. બુરખા પહેરેલા બે શખ્સોએ સહયોગ સોસાયટીમાં રહેતી એક મહિલાને ટાર્ગેટ બનાવ્યું. આ શખ્સોએ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો અને ચપ્પુના ભય બતાવીને ગળામાંથી મંગળસૂત્ર ખેંચી લીધું. મહિલા તે સમયે ઘરના હોલમાં બેઠી હતી જ્યારે આ ઘટના બની. લૂંટખોરો મંગળસૂત્ર લઈ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના નજીકમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાણ થતાં જ બીલીમોરા પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ ગતિશીલ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઘટના એક વખત ફરી સુરક્ષા વ્યવસ્થાના…

Read More

નવસારીમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે જનજાગૃતિ ફેલાવવા માટે ખાસ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. યુથ ફોર ગુજરાતના બેનર હેઠળ યોજાનારી આ દોડ લુન્સિકૂઇથી રહેશે. સી.આર. પાટિલના પુત્ર જીગ્નેશ પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ મેરેથોનમાં 3, 5 અને 10 કિલોમીટરની દોડનો સમાવેશ છે. આ અંગે શહેરની એનરિચ હોટલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મેરેથોનની વિગતો જાહેર કરવામાં આવી હતી. આ મેરેથોનમાં 6 વર્ષથી 60 વર્ષના લોકો ભાગ લઈ શકે છે, અને અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકો રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે. લુન્સિકૂઇ મેદાનમાં વિશાળ સ્ટેજ તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે, અને ટ્રાફિક વ્યવસ્થાના દ્રષ્ટિકોણે માર્ગમાં બેરિકેટીંગ કરવામાં આવી છે. શનિવારે…

Read More

આંતલિયા જીઆઇડીસી ખાતે સ્થિત સી-ટેલ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગવાની ઘટના બની હતી, જેમાં એક યુવકનો કરુણ અંત આવ્યો. ગણદેવીના માંકલા ફળિયામાં રહેતા જીગ્નેશ કલ્યાણભાઈ હળપતિ, જે આ કંપનીમાં કામ કરતા હતા, મશીનમાં દાણા નાખવાની પ્રક્રિયા દરમ્યાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી ગયા હતા. ઘટનાની સંપૂર્ણ વિગતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કરંટ લાગવાથી બનેલા આ અકસ્માતને લઈ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ આ દુખદ ઘટનાથી શોક વ્યકત કર્યો છે અને કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. આ ઘટનાને પગલે કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે અને…

Read More

નવસારી મહાનગરપાલિકાએ 2025-26ના વર્ષ માટેનું બજેટ રજૂ કર્યું છે, જેનું કુલ આકાર રૂપિયા 847.13 કરોડનો છે. આ બજેટમાં ખાસ કરીને પાયાની સેવાઓ, શૈક્ષણિક પ્રોજેક્ટ્સ, રમતગમત અને પર્યાવરણ સંબંધિત વિકાસ માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે લખો ફાળવાયા છે જ્યારે નવીન રીંગ રોડ અને તળાવ વિકાસ માટે મહત્તમ રકમ ફાળવાઈ છે. આ બજેટ શહેરીજનોને વધુ સારી સુલભતાઓ અને આરામદાયક જીવનશૈલી માટે પ્રેરિત કરે છે. નવસારી મહાનગરપાલિકા બજેટ 2025-26 મુખ્ય હાઇલાઇટ્સ કુલ બજેટ: • નવસારી મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે ₹847.13 કરોડનું બજેટ રજૂ કર્યું છે. • આ બજેટમાં શહેરી વિકાસ, પર્યાવરણ, શૈક્ષણિક અને રમતગમત સંબંધિત અનેક પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા…

Read More