Author: Atul Rathod

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારી વિજલપોર શહેરમાં ‘અનુસૂચિત જનજાતિ મોરચા’ના પ્રમુખ તરીકે હિરેનભાઈ જયંતીભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ નિયુક્તિ ભા. જ. પા. નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા સંગઠન પ્રભારી તેમજ પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, ધારાસભ્ય શ્રી આર. સી. પટેલ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાથે ચર્ચા-વિચારણા બાદ કરવામાં આવી છે. હિરેન પટેલ પાર્ટીના સક્રિય અને સમર્પિત કાર્યકર તરીકે જાણીતા છે. તેમની નેતૃત્વ ક્ષમતા અને સંગઠન પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂંકથી નવસારી વિજલપોર શહેરમાં ભાજપના અનુસૂચિત જનજાતિ…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે અને હવે ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની ગઈ છે. આવનાર 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, જેને લઈને રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. ચૂંટણી પ્રક્રિયા મુજબ સત્તાવાર નોટિસ 6 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ (શનિવાર) રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ, 2026 (બુધવાર) નક્કી કરવામાં આવી…

Read More

નવસારીમાં ક્રિકેટનો ઉત્સાહ ફરી એકવાર શિખરે પહોંચવા જઈ રહ્યો છે. શહેરના રમતગમત પ્રેમીઓ માટે ખુશખબર છે કે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)ના આયોજન હેઠળ ‘નવસારી પ્રીમિયર લીગ’ (NPL)ની ચોથી સીઝન ભવ્ય રીતે યોજાવાની છે. આ વખતે ટુર્નામેન્ટમાં અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ વધારી રહ્યા છે. આ સીઝન 21મી એપ્રિલથી શરૂ થશે અને તમામ મેચો નવસારીની ઐતિહાસિક ગાંધી કોલેજના મેદાનમાં રમાશે. ખાસ વાત એ છે કે આ વખતે પ્રથમ વખત ડે-નાઈટ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લડ લાઈટ્સ હેઠળ રમાનાર આ મેચો ખેલાડીઓ અને દર્શકો બંને માટે અનોખો અનુભવ સાબિત થશે. ટુર્નામેન્ટના સફળ સંચાલન માટે રાજેશ…

Read More

નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ બીજા વર્ષનું બજેટ આજે ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2026-27 માટે ₹1286 કરોડનું આ ભવ્ય બજેટ જાહેર કરાયું છે. ગત વર્ષના ₹847 કરોડના બજેટની સરખામણીએ આ વખતે નોંધપાત્ર વધારો થયો છે. ખાસ વાત એ છે કે આ બજેટમાં શહેરના નાગરિકો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી, જેના કારણે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. આ બજેટમાં ‘ગ્રીન નવસારી’ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક વાહનો (E-Vehicles) પર કોઈ ટેક્સ નહીં લગાડવાની જાહેરાત કરવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપશે. સાથે જ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને…

Read More

નવસારી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. મળતી માહિતી અનુસાર, નવસારી કૃષિ યુનિવર્સિટી સામે આવેલા સરગમ એપાર્ટમેન્ટ નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક યુવતીનું નામ આયુષી દીપકભાઈ નાયકા (ઉંમર 16 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી. તે દરમિયાન રસ્તામાં આવેલા વીજ થાંભલામાંથી અચાનક કરંટ ઉતરતા તે તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી યુવતીને હોસ્પિટલમાં…

Read More

નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ભાજપ સંગઠનને લઈને ઊભેલા અસંતોષ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરના કુલ 58 જેટલા કાર્યકર્તાઓએ અન્યાયની લાગણી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. તેમાંમાંથી 25 કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે 35 હોદ્દેદારોના રાજીનામા પ્રદેશ સંગઠનની સૂચનાથી સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે. માહિતી મુજબ, જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરતા તેમના સમર્થક તરીકે ઓળખાતા કેટલાક હોદ્દેદારોએ સંગઠનમાંથી રાજીનામા આપ્યા હતા. છેલ્લા પંદર દિવસથી આ મુદ્દે ચર્ચા અને અંદરની સ્તરે ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે પ્રદેશ સ્તરે નિર્ણય લઈ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. ભારતીય જનતા…

Read More

નવસારી શહેરના નાગ તલાવડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને અજાણ્યા ઇસમો દ્વારા ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ધમકી મળતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પોસ્ટ ઓફિસના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. સુરક્ષાના પગલે પોસ્ટ ઓફિસને તરત ખાલી કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારને પણ પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જરૂરી તકેદારીઓ લેવામાં આવી રહી છે. ધમકીની જાણ થતા…

Read More

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આજે વહેલી સવારે એક દિપડો પાંજરે પુરાયો હતો. અમલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર દિપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી હતી, જેના કારણે ગ્રામજનોએ ભયની લાગણી અનુભવવી પડી રહી હતી. આ બાબતે ગણદેવી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે મધ તળાવ નજીક ભીખુ ભાઈ આહિરના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે અંદાજે ચાર વર્ષનો, કદાવર દિપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગણદેવી સામાજિક વનીકરણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને વનવિભાગે દિપડાનો કબજો લીધો હતો. વનવિભાગ દ્વારા પકડાયેલા દિપડાની…

Read More

ઇન્સ્ટાગ્રામ પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અશ્લીલ ગાળો અને અશ્લીલ હરકતો દર્શાવતી રિલ્સ બનાવનાર લોકો સામે નવસારી સાયબર ક્રાઇમ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વધતી અસંસ્કારી સામગ્રીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન એક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી અશ્લીલ રિલ્સ વાયરલ થતી હોવાનો ખુલાસો થયો હતો. આ આઈ.ડી. પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવા છતાં જાહેર શિસ્ત અને સામાજિક મૂલ્યોને ભંગ કરતી સામગ્રી નિયમિત રીતે અપલોડ કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ રિલ્સ સમાજ પર નકારાત્મક અસર કરે તેવી હતી. જેના આધારે નવસારી…

Read More

નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને સંતુલિત બનાવવા માટે જિલ્લાનું નવું માળખું જાહેર કરાયું છે, જેમાં અનુભવ અને યુવાનીનો સમન્વય જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય વર્ણીઓને લઈને ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ સંગઠન માળખું જાહેર થયા બાદ હવે ધીમે ધીમે જિલ્લાકક્ષાનું સંગઠન માળખું જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ હવે અંતે નવસારી જિલ્લાનું પણ સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકીય દાવપેચ ખેલવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં તાલુકાવાર પ્રતિનિધિત્વ, જાતીય અને સામાજિક સમીકરણો…

Read More