Author: Atul Rathod

માયાવંશી સમાજ દ્વારા સમારંભનું આયોજનકરવામાં આવ્યું હતું. સમારંભના પ્રમુખ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી વીએનએસજીયુ સુરત ના પ્રોફેસર ડો.કિશોરભાઈ એમ ચીખલીયાએ હાજરી આપી હતી મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ પ્રકાશચંદ્ર એન પટેલ તથા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશનના ડિરેક્ટર શ્રી અજયભાઈ ટી પટેલ હાજર રહી વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડો. રીતેશ બી. દાસ , સુરતની કોલેજના આસી.પ્રોફેસર પ્રો. હાર્દિક સોનેરિયા અને સામાજીક કાર્યકર શ્રી દિલીપભાઈ ભારતીએ હાજરી આપી હતી. આ ઉપરાંત હ્યુમન વેલ્ફેર અને હ્યુમન રાઈટસ કમિટી, નવી દિલ્હી ના ચેરમેન શ્રી દિપકભાઈ નાથુભાઈ પટેલે પણ હાજરી આપી હતી જેમનો નિવૃત્તિ સન્માન કરવાનું હતું એવા…

Read More

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય તો કેન્દ્રએ અન્યનો વિચાર કરવો જોઈએ. નાગપુરમાં ‘સકલ હિંદુ સમાજ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, આંબેકરે કહ્યું, “કેન્દ્રએ આ બાબતે વધુ ગંભીરતાથી કામ કરવું જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ. મને આશા છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, પરંતુ જો મંત્રણા નિષ્ફળ જશે, તો અમારી પાસે રહેશે. બીજો ઉકેલ શોધવા માટે.” ઘટનાઓની માત્ર નિંદા કરવી અને પરેશાન થવું…

Read More

હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ચાર શહેરોમાં સીધી ફ્લાઈટ ઉડશે. આમાં, દીમાપુરના વન-સ્ટોપ કનેક્શનની સાથે, ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે ફ્લાઇટ્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એરપોર્ટ મેનેજમેન્ટ કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડે જણાવ્યું હતું કે આ શહેરો સાથે સીધી અને સારી કનેક્ટિવિટી માટે ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ, જે સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે પ્રખ્યાત છે, તેણે કનેક્ટેડ ફ્લાઈટ્સની જાહેરાત કરવા માટે હેપ્પી સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કર્યું. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભલે તમે શિયાળામાં તમારા આખા પરિવાર સાથે રજાઓ ગાળવાનું વિચારી રહ્યા હોવ અથવા કોઈ કામ માટે આ…

Read More

એનટીપીસી ગ્રીન એનર્જીનો શેર આજે રૂ. 152.51 પર ખૂલ્યો હતો અને રૂ. 154.40ની દિવસની ટોચે પહોંચ્યો હતો. સવારે 10.45 વાગ્યાની આસપાસ આ શેર 2.18 ટકા વધીને રૂ. 149.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતના બિઝનેસમાં જ લગભગ 3 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. NTPC ગ્રીન એનર્જીનો શેર 27 નવેમ્બરે લિસ્ટિંગ થયા પછી સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં તેમાં લગભગ 23%નો વધારો નોંધાયો છે. થોડા દિવસો પહેલા જ તે રૂ. 155.35ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે તેની અત્યાર સુધીની સૌથી નીચી કિંમત 111.50 રૂપિયા છે. 3.52 રૂપિયા પ્રતિ કિલોવોટનો ટેરિફ દર સમાચાર એજન્સી ભાષા અનુસાર, મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં…

Read More

પુત્ર જન્મના વધામણા તો જગત આખા એ જોયા છે પરંતુ દીકરી રત્ન ના વધામણા રંગે ચંગે ભાવવિભોર હૃદયે બહુ ઓછા મળે છે. યમરાજ ને ઘરના દ્વારેથી પાછો વાળ્યો, શક્તિનું સ્વરૂપ તું, માત પિતાનો જીવન ઉદ્ધાર તું, એક નહીં તું બે કુળ તારણહાર, દીકરી રતન તું એ માત પિતા નું સંસાર ધર્મ પાળ્યો… નવસારી શહેરના કલમના ખોળે પોતાનું જીવન વ્યતીત કરનાર હિતેશ સોનવણે એ નવો ચીલો ચાતરિયો છે. પોતાના ઘરે બાળ દીકરીના વધામણા બેન્ડબાજા અને લાગણીસભર હૃદયથી કર્યા. જે સમાજ માટે સૂચક, સામરિક જરૂરિયાત અને લોખંડ હ્રદય ના સમાજ માટે ઉદાહરણ રૂપ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે. લાગણીથી છલોછલ છલકાતુ હૃદય…

Read More

શનિવારે રાત્રે નવસારી શહેરના દરગા રોડ નજીક ટેકનિકલ સ્કૂલના સામેના વિસ્તારમાં પાર્કિંગ મુદે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. પાર્કિંગ નો વિવાદ વકરે તે પહેલા જ પોલીસ એ છ સામે એટ્રોસિટી એક્ટિ હેઠળ ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી. સામાન્ય પાર્કિંગના ઝઘડાને કેટલાક તત્વો એ કોમી રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શહેરમાં શાંતિ જાળવવા પોલીસ અધિક્ષકની તમામ વર્ગના લોકોની અપીલ છે. બે જૂથના ટોળા ભેગા થતા જિલ્લા પોલીસ એક્શનમાં આવી રવિવારે રાત્રે દરગા રોડ ખાતે એકત્ર થયેલા લોક ટોળામાં બંને જૂથના 200 થી 300 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ગત રાત્રે પ્રજાપતિ વાડી પાસે…

Read More

ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. ઉકાઈ ડેમના પાણીના કારણે ખેડૂતો સધ્ધર બન્યા છે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેતું હોય છે. ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતને પાણી પહોંચાડતા ઉકાઈ ડેમની કેનાલો રીપેરીંગ કરવા માટે બે મહિના સુધી પાણી વિતરણ બંધ કરવાનું સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. શહેરીજનોને આપવામાં આવતા પાણી ના જથ્થા પર કાપ નવસારી શહેરમાં ઉકાઈ ડેમના સિંચાઈ વિભાગની ચેનલો મારફતે તળાવો ભરીને શહેરને પાણી પહોંચાડવામાં આવતું હોય છે. પરંતુ બે મહિના ચાલી શકે એટલું પાણી સંગ્રહ થઈ શકતું નથી. પીવાના શુદ્ધ પાણીની વિતરણ વ્યવસ્થામાં પાણીના ઓછા જથ્થા ના કારણે શહેરીજનોને આપવામાં આવતા પાણી ના…

Read More

નવસારી કરોડોના ખર્ચે  બનનાર કમલમ ભવન આધુનિક ટેકનોલોજી અને વ્યવસ્થાઓથી સજ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.  સી આર પાટીલે ભૂમિ પૂજન કર્યું હતું અને ટેકનોલોજી ની સાથે કમલમ હવે અલગ રીતે કાર્યકર્તાઓ સાથે સંકળાયેલને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવા માંગે જેના માટેની આધુનિક સુવિધા યુક્ત કમલમ ભવન બનાવવા માટે ભૂમિ પૂજન કર્યું છે અને નજીકના સમયમાં મોટું કમલમ ભવન તૈયાર થશે. નવસારી પધારેલા સી.આર પાટીલે કુપોષણ મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ એક વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ નવસારીથી શરૂ કરીને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો હતો. https://youtu.be/RrVpm9swlWo?si=6trjSx9AO2Rgigg9 સામાજિક સંસ્થાઓની સાથે…

Read More

નવસારી શહેરના ઈટાળવા ગામે આવેલા તળાવ બ્યુટીફિકેશનમાં કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ બ્યુટીફિકેશન માટે અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યો છે. હજુ કામ પૂર્ણ થયું નથી ત્યાં જ બનાવવામાં આવેલી દિવાલમાં મોટી તડ પડી ગઈ છે. જે બાંધકામ કરતી એજન્સીની કામગીરી સામે સવાલો ઊભા કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાતો થાય છે અને શહેર અને વિકાસના માર્ગે લઈ જવાની વાતો ચાલતી હોય છે. પરંતુ બાંધકામ વિભાગમાં જે લાલાવાડી ચાલે છે. તેનો જીવતો જાગતો નમૂનો ઈટાળવા તળાવમાં જોવા મળી રહ્યો છે મોટી તને સાંધવા માટે એજન્સીના લોકો કામે લાગ્યા છે હજુ પાલિકાના એન્જિનિયરો અને ચીફ ઓફિસરને સમગ્ર વાતનું ઈલમ શુદ્ધ નથી જનતા જનાર્દન ન્યુઝ…

Read More

પાલિકા દ્વારા બે વર્ષ પહેલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ભીના કચરામાંથી ખાતર બનાવવાનો એટલે કે ઓર્ગેનિક ખાતર બનાવીને વેચવાનો અને આવક ઊભી કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નગરપાલિકાની મશીનરી અને નગરપાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાલિકા દ્વારા ઇજારો આપીને ખાતર બનાવવા માટેના પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચાર મહિનાથી પ્રોજેક્ટ બંધ છે તેમ છતાં નગરપાલિકા પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હોવાની ચર્ચા બિલ મૂકીને પૈસા ઉપાડવામાં આવ્યા હોવાની ચર્ચા જોર સોરમાં ચાલી રહી છે. આ સ્થિતિને પગલે નવસારી નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાંથી રોજ 200 ટનથી વધુ…

Read More