- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
વાંસદાના હનુમાનબારી ખાતે આવેલ VIP ફૂટવેરની બાજુની ગોદડાંની દુકાનમાં તારીખ 14 નવેમ્બર 2024 ના રોજ આશરે સાંજે 8:00 કલાકે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આજુ-બાજુના લોકો મદદે આવતાં આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વાંસદાથી ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચતા આગને કાબુમાં લેવામાં આવી હતી. આ આગના કારણે વ્યાપક નુકસાન થયું હતું. ઘટના સ્થળે રાણીફળિયા ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ, હનુમાનબારીના સરપંચ રાકેશભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંસદા પોલીસ ટીમએ પણ આગ કાબુમાં લેવડાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ…
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં ઘણી એવી મોસમી શાકભાજી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મૂળા એક એવું શાક છે જે શિયાળાની ઋતુમાં આવે છે અને તેને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. મૂળાનો સ્વાદ થોડો કડવો હોય છે અને તેની તીવ્ર ગંધને કારણે ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરતા નથી, પરંતુ તેને આહારમાં ઘણી રીતે સામેલ કરવાથી તે શરીરને ઘણા ફાયદાઓ આપી શકે છે. શું તમે જાણો છો કે મૂળાની સરખામણીમાં મૂળાના પાનને વધુ ફાયદાકારક માનવામાં આવે છે, હા તમે સાચું સાંભળ્યું છે. મૂળાના દરેક પાનમાં અનેક પોષક તત્વો હોય છે.…
ગુજરાતમાં આયુષ્માન ભારત યોજનાના બે લાભાર્થીઓ કે જેઓ ખાનગી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી બાદ મૃત્યુ પામ્યા હતા તેમને આ સર્જરીની જરૂર નહોતી. ગુજરાત સરકારના એક અધિકારીએ બુધવારે આ મામલાની પ્રાથમિક તપાસના આધારે આ માહિતી આપી હતી. અધિકારીએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે ગુજરાત સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના બંને લાભાર્થીઓના મૃત્યુ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે દોષિત હત્યા અને ગુનાહિત કાવતરાની પોલીસ ફરિયાદ દાખલ કરશે. PMJAY હેઠળ, જરૂરિયાતમંદ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો મફત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. આ યોજનાના બે લાભાર્થીઓ – નાગરભાઈ સેનમા (59) અને મહેશ બારોટ (45) સોમવારે અમદાવાદના…
શાહરૂખ ખાન બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. તેની નવી કે જૂની તમામ ફિલ્મો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં, શાહરૂખ ખાનની જૂની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી હતી. આવી સ્થિતિમાં કિંગ ખાન ફરી એકવાર પોતાની ત્રણ ફિલ્મો સાથે થિયેટરોમાં આવી રહ્યો છે. શાહરૂખ ખાનની 30 વર્ષ જૂની ફિલ્મ કરણ-અર્જુન ફરી એકવાર દસ્તક આપવા જઈ રહી છે. આ પહેલી ફિલ્મ છે જ્યારે શાહરૂખ ખાન અને સલમાન ખાન સ્ક્રીન પર સાથે જોવા મળ્યા હતા. કરણ-અર્જુન ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. Kuch bandhan aise hote hai, jinke liye ek janam poora nahi hota! #KaranArjun re releasing in cinemas worldwide…
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવાઈ ગામે આયુર્વેદિક દવામાં એલોપેથી દવા શંકાસ્પદ રીતે ભેળસેળ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ગાંધીનગર ડ્રગ વિભાગે નવસારી સુરત અને વલસાડ ડ્રગ વિભાગની ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કાંગવાઇ ગામના ઇમરાન અને ઈસ્માઈલના ઘરે રેડ કરવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં આયુર્વેદિક દવાની સાથે એલોપેથી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પેરાસીટામોલ અને સુગરની દવાઓ પણ મળી આવી હતી. સમગ્ર જથ્થો કબજે લઈ ડ્રગ વિભાગે સેમ્પલો તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. એક મહિનામાં રિપોર્ટ આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાક્રમમાં કાંગવાઈ ગામે બેય સમૂહને ત્યાં ડ્રગ વિભાગે રેડ કરી હતી નજીકમાં જ આવેલા…
જિલ્લા પંચાયતની સામાન્ય સભા વિકાસના કામોની ગતિ આપવા માટે આયોજન કરતી હોય છે. જેમાં વિવિધ ગ્રાન્ટોમાંથી મળતા રૂપિયાનું આયોજન કરીને નક્કર સ્વરૂપ આપતી હોય છે. નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં મળી હતી. જેમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા સાથે વહીવટી અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના વિકાસની ઊંચાઈ ઉપર લઈ જવા માટેની વિવિધ ગ્રાન્ટો અને આયોજનને બહાલી આપવામાં આવી તે આયોજનના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરીને મંજૂરી અને માન્યતા આપવાની સાથે આગોતરા આયોજનો પણ કર્યા હતા. જેમાં મહત્વના કેટલાક 20 જેટલા કામોને બહાલી આપવામાં આવી છે. પ્રમુખ માટે બનશે બંગલો.. જિલ્લા…
નવસારીના બીલીમોરા ખાતે જયપુર ગોલ્ડ ટ્રાન્સપોર્ટ નામનું જે ગોડાઉન હતું. આ ગોડાઉનમાં એક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ત્રણ મોત થયા છે જ્યારે અન્ય લોકોને સારવાર અપાઈ રહી છે. આગ અંગે વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલ બેરલ ઉતારવામાં આવી રહ્યું હતું. જેમાં બેરલ ઉતારતી વખતે અચાનક આગ લાગી હતી. જેમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવતા ફસાયા હતા. આગની ઘટના અંગે જાણ થતા પોલીસ તેમજ ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું. મેજર કોલ જાહેર કર્યા હતા આસપાસના વિસ્તારોના પણ ફાયર બ્રિગેડના બમ્બા સ્થળ પર પહોંચ્યા હતા. https://youtu.be/r5m9f3cTYrA?si=2aw4mKn5Xrb_d823 સ્થળ પર હાજર ડીવાયએસપી સાથે વાત કરતા સમગ્ર…
નવસારીના આંગણે અનેરો અવસર, આ સ્થળે સૌપ્રથમ વાર યોજાશે અતિ રુદ્ર મહાયજ્ઞ, મોરારી બાપુની હશે ખાસ હાજરી
નવસારીમાં એક સભા પ્રેમચંદ લાલવાણીના કછોલ ફાર્મ હાઉસ ખાતે મળી હતી. જેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ અતિ રુદ્ર મહાયજ્ઞ વિશે માહિતી આપવામાં આવી હતી. તારીખ 22 મી ને બપોરે પરમ પૂજ્ય મોરારીબાપુ નું આગમન થશે તેમ જ કૃષ્ણ ભગવાનના રાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રથમ પંક્તિ ના ભજનીક નિકુંજબેન કામરા વિશેષ ઉપસ્થિત રહીને ભજનોની રમઝટ બોલાવશે. વિવિધ ધામોના અતિ વિધવાન 350 બ્રાહ્મણોણી હાજરી નવસારીમાં છ દિવસના મહાયજ્ઞ સોમયાગ યોજાઈ ચૂક્યા પછી પ્રથમ વાર એક જ પરિવારના સૌજન્યથી અતિ રુદ્ર મહાયજ્ઞ નવસારી ના ઇતિહાસમાં પ્રથમવાર આકાર લેશે. દેશભરના ઉજ્જૈન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વારાણસી, કાશી વગેરેના ધામોના…
આદિવાસી નવ યુવાનોને સરકારની જુદી જુદી યોજનાઓથી માહિતગાર કરી, ઉદ્યોગ/ધંધા માટે પ્રેરણા આપવાના શુભ આશય સાથે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન સુરખાઇ, ચીખલી ખાતે કરાયું હતું. આ મેળાને રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે તથા વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સહિત વિવિધ સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતીમાં આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના આર્થીક, સામાજિક, શૌક્ષણિક ઉત્થ્થાન માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજના સમયમાં નોકરી મેળવવા સ્પર્ધામાં ઉતર્વું પડે જેના…
Hiડિજિટલ ડેસ્ક, નવી દિલ્હી યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન 2024ના પરિણામો બહાર આવ્યા છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. જોકે, ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે ટ્રમ્પને ટક્કર આપી હતી. ટ્રમ્પ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા છે, તેની અસર ભારત પર પણ પડશે. ચૂંટણી પ્રચાર દરમિયાન અને દિવાળીના અવસર પર, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા અમેરિકામાં રહેતા ભારતીયોને પોતાની તરફેણમાં લેવા માટે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દિવાળી પર ટ્રમ્પે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેમજ જો રિપબ્લિકન સરકાર રચાશે તો બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ વિકસિત કરવાની ખાતરી આપવામાં આવી હતી. આ પહેલા…