Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતાઓ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ ! જાણો શું છે રાજકીય અભિગમ
નવસારી

દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતાઓ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ ! જાણો શું છે રાજકીય અભિગમ

દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતાઓ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ ચૈતર વસાવાએ બેન્ડબાજાના ભાવ ઘટાડવા અપીલ કરી જ્યારે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે પોતાનો અલગ રાજકીય અભિગમ વ્યક્ત કર્યો
Atul RathodBy Atul RathodNovember 20, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દિવાળી પર્વ બાદ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો પુરવા માટે કાર્યક્રમ યોજી રહી છે.  જેમાં નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠકના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. મિલન કાર્યક્રમ દરમિયાન વાંસદા વિધાનસભા કોઈપણ ભોગે જીતવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આદિવાસી નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા.

વાંસદા વિધાનસભાએ પરંપરાગત કોંગ્રેસની વિધાનસભા તરીકે ઓળખાતી આવી છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ અત્યાર સુધી જીતી શકતી નથી. વાંસદા વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓમાં પ્રાણ પુરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જેમાં વાંસદા તાલુકાના કાવડેજ ગામે વાંસદા વિધાનસભાના કાર્યકર્તાઓનું સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાંસદા વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે ચૈત્ર વસાવા ની અલગ ભીલ પ્રદેશની માંગને પગલે વિરોધ નોંધાવ્યો છે અને વિભાજનકરી માનસિકતા ધરાવતા હોવાનો આરોપ કર્યો છે.

વાંસદા વિધાનસભા કોઈપણ ભોગે જીતવાનું નિર્ધાર કર્યો…

વાંસદા વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી મથામણ કરી રહી છે પરંતુ જીતી શકતી નથી. અનંત પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર માળખું કામે લાગ્યું છે. જેમાં ધવલ પટેલે સ્નેહમિલન સંમેલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓને હાકલ કરી છે અને કોઈપણ ભોગે જીતવા માટેનું માળખું તૈયાર કરવા માટે અપીલ કરી છે.

સ્નેહમિલન કાર્યક્રમમાં રમુજ સર્જાયો

રાજકારણમાં આચાર સંહિતા અને પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી બની જતું હોય છે. એમાં રાજકારણમાં પારંગત લોકોની જરૂર પડતી હોય છે તદુપરાંત રાજકારણના સિનિયર નેતાઓની જરૂર પડતી હોય છે. કાવડેજ ગામે યોજાયેલી સ્નેહમિલન સમારંભની કામગીરીમાં પ્રોટોકોલનું ઘર અપમાન થયાની સ્થિતિ નિર્માણ થઈ હતી. એમાં ખેરગામ તાલુકાના આદિજાતિ મોરચાના મહામંત્રીનું સ્વાગત જિલ્લા આદિવાસી મોરચાના મહામંત્રી પાસે કરાવ્યું હતું. રાજકારણમાં આવ્યા આચારસંહિતાઓ કેટલીક વાર પક્ષને નુકસાન પણ કરતી હોય છે અને આપવાની થવાનો પણ વારો આવતો હોય છે.

વલસાડના સાંસદ ધવલ પટેલનું મિશન 2017 વાંસદા વિધાનસભા..

વલસાડ લોકસભા બેઠક પર અનંત પટેલને હરાવ્યા બાદ ધવલ પટેલના સિતારા બુલંદ છે અને તેમણે મિશન વાંસદા અભિયાન શરૂ કર્યું છે. એમાં ખાસ કરીને વાંસદા મતવિસ્તારમાં આવતા ચીખલી અને વાંસદા તાલુકાના ગામોમાં પ્રવાસો શરૂ કર્યા છે અને કાર્યકર્તાઓને સાથે જોડીને વાંસદા વિધાનસભા કેવી રીતે જીતી શકાય તેના માટેના પ્રયાસો શરૂ કર્યા છે. લોકોને પડતી અગવડતાઓ સમસ્યાઓ અને પડતર કામોને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે અને કોઈપણ ભોગે વાંસદા વિધાનસભા જીતવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. જેમાં કાર્યકર્તાઓને વિકાસની કે અટકી પડેલા કોઈ પણ કામની જરૂર પડે મદદ કરવા માટેની બાંહેધરી આપવામાં આવી રહી છે.

રંગપુર ગામે ખાનગી સંસ્થા દ્વારા બનાવેલી સ્કૂલની શક્તિને લઈને રાજકારણ ગરમાયું…

વાંસદા તાલુકાના રંગપુર ગામે આધુનિક શાળા બનાવવા માટે અમેરિકાની સંસ્થા દ્વારા ₹8,00,000 જેટલી માતબર રકમ દાન પેટે મળી છે અને સ્કૂલના આધુનિક બનાવવામાં આવી છે. રંગપુર શાળાએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે અને ભૂલકાઓની શિક્ષણ પદ્ધતિમાં સુધારો વધારો થયો છે અને જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સુધર્યું છે.

ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળા ખાનગી સંસ્થાએ લાખ રૂપિયા દાન કર્યું છે. તેમનું બેનર લાગવું જોઈએ કે નહીં તેને લઈને સ્થાનિક સરપંચ અને સ્થાનિક લોકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિચારે કે મતભેદો ચાલી રહ્યા છે. જેમાં નિર્ણયનો દડો જિલ્લા વિકાસ અધિકારીના આંગણામાં આવીને પડ્યો છે. જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના બોર્ડ પર ખાનગી સંસ્થાનું નામ કાઢવા માટેના આદેશ ડીડીઓ દ્વારા કરી દેવામાં આવ્યા છે. જેને રાજકારણ વધુ ગરમાયું છે.

રંગપુરના રાજીનામાં આપનાર ૪૦ લોકોને ધવલ પટેલે મનાવી લીધા

કાવડે જ ગામે સ્નેહમિલન સમારંભમાં ધવલ પટેલે રંગપુર ગામે થયેલા વિવાદ મુદ્દે ચાલીસ લોકોના રાજીનામાં મુદ્દે લોકો સાથે બેઠક યોજીને મનાવી લીધા છે સાથે મિલન સમારંભમાં જાતે પીરસવા માટે ઊભા રહી ગયા હતા અને લોકોને ભાવથી જમાડ્યા હતા. મહેનત કરીને વાંસદા લોકસભા જીતવા માટે તૈયારી કરો એવી રમૂજ પણ કરી હતી.

BJP Congress Dang Navsari NAVSARI CITY place in Navsari valsad vasda
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.