Author: Atul Rathod

મહિલાઓ ઘરની જવાબદારીમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે. ખાસ કરીને લગ્ન પછી મહિલાઓ પોતાના પરિવાર અને બાળકો માટે બધું જ છોડી દે છે. જે છોકરીઓ લગ્ન પહેલા એકદમ ફીટ હતી તે લગ્ન પછી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આનું મુખ્ય કારણ સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો છે. ખાસ કરીને બાળક થયા પછી શરીરમાં ઘણા બધા ફેરફારો થવા લાગે છે. પરંતુ જ્યાં સુધી તમે સ્વસ્થ ન હોવ ત્યાં સુધી તમે તમારા ઘરને ફિટ રાખી શકતા નથી. જો તમે 40 વર્ષની નજીક છો અથવા તો વટાવી ગયા છો, તો શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે સહેજ પણ બેદરકાર ન રહેવું જોઈએ.…

Read More

ઘટના છે તારીખ 18 9 2024 ના રોજ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ખાતેથી બેસી વલસાડ તરફ જતા અને ટ્રેનમાં ઘણી ભીડ હોવાના કારણે પોતાની પાસેની કોલેજ બેગ આગળના છાતીના ભાગે ભેળવી ટ્રેનના દરવાજામાં બેસી પોતાના મોબાઈલ પર વાત કરતા જતા હતા. તે દરમિયાન ટ્રેન નવસારી વીજલપર ફાટક પાસે આવતા ટ્રેનના ટ્રેકની સાઈડમાં 20 થી 25 વર્ષના ઉંમરના એક ઇસમ ઉભો હોય તેણે ફરિયાદી રાજેશ ધંધુકિયા ના હાથમાંથી મોબાઇલ ખેંચવા જતા બેગના પટ્ટામાં તે ઈસમનો હાથ ફસાઈ જતા તેણે ખેંચી ટ્રેનમાંથી નીચે પાડી દઈ મોબાઈલ ફોન લઈને નાસી ગયા હતા. ફરિયાદીનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતા પંજાબ થતા ફરિયાદી રાજેશ…

Read More

નવસારીપ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજપાલશ્રી આચાર્યદેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. જેમાંથી નવસારી જિલ્લાના પ્રગતિશિલ ખેડૂતો પણ બાકાત નથી. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામના પ્રગતિશિલ ખેડૂતશ્રી મહેશભાઇ ગુલાબભાઇ પટેલ છેલ્લા ૦૮ વર્ષથી પોતાની ૧૪ વીંઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આધુનિક યુગમાં પરંપરાગત ખેતીની સાથે સાથે મોબાઇલનો સદઉપયોગ પણ કરી જાણે છે. પ્રાકૃતિક ખેતી વિષયને લગતા દેશ અને દુનિયાના ખેડૂતોના વિડિયો જોતા અને તેમાંથી જે યોગ્ય લાગે તે પોતે પ્રયોગ કરી અપનાવતા હતા. તેમણે એક વિડિયો જોયો હતો ‘ઓર્ગેનિક હ્યુમિડ’ વિશેનો. જે પોતાની પ્રાકૃતિક ખેતીના વિષય સાથે સંલગ્ન લાગતો હતો. અને તે…

Read More

ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સુર્ય ,ઘર મફત વિજળી યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ…

Read More

આ અકસ્માતમાં ગોવિંદાનો આબાદ બચાવ થયો હતો. આ સમાચારે ‘હીરો નંબર વન’ના ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. અભિનેતા સાથેના અકસ્માત પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેની સાથે આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો. તો ચાલો તમને ગોવિંદા સાથે બનેલી આખી ઘટના વિશે જણાવીએ- ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતા ગોવિંદા આજે સવારે 5.45ની ફ્લાઈટથી કોલકાતા જવાના હતા. ગોવિંદા 4:30 વાગ્યે એરપોર્ટ જવા ઘરેથી નીકળવાનો હતો. ગોવિંદાએ જણાવ્યું કે સવારે 4:30 વાગ્યે ઘરની બહાર નીકળતા પહેલા તે અલમારીમાંથી પોતાની રિવોલ્વર કાઢીને સૂટકેસમાં રાખવા માંગતો હતો. કેસમાં રિવોલ્વર મૂકવા આગળ વધતાં જ રિવોલ્વર નીચે પડી અને મિસફાયર થઈ ગઈ. ગોળી…

Read More

આખું ગુજરાત નવરાત્રીની રાહ જોઈને બેઠું છે. નવરાત્રી આવે તે પહેલા મેઘરાજાએ ચારે તરફ ઠંડક કરી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાનો સમય છે. હવામાન વિભાગની આગાહી પણ છે જે અનુસાર વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદનો કહેર પણ જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે થોડો જ વરસાદ થાય તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેમાં નવસારી જિલ્લાનો પ્રજાપતિ આશ્રમ ચાર ફૂલ પોલીસ ચોકી કુંભારવાડ શહીદ ચોક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ વરસાદને કારણે થાય છે. ખાસ વાત તો એ છે કે નવસારી વરસાદ ધોધમાર પડે એટલે ચાર…

Read More

છેલ્લા 15 દિવસથી સૌરાષ્ટ્રમાં ચાઈનીઝ લસણ બજારમાં આવ્યું હોવાની ચર્ચા એ જોર પકડ્યો હતો જેને લઈને લસણની ખરીદી પણ ગુજરાત ભરમાં બંધ કરવામાં આવી હતી ચાઈનીઝ લસણ એ સિન્થેટિક વાપરીને બનાવવામાં આવેલું લસણ માનવામાં આવે છે જેનાથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે તેવી સ્થિતિના પગલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો અને લસણની ખરીદી બંધ કરી હતી. શું છે ચાઈનીઝ લસણ જે નુકસાનકારક છે..?? ચાઈનીઝ લસણ દેખાવમાં લસણ જેવું જ હોય છે તેની કડીઓ એકદમ જાડી હોય છે પરંતુ એમાં સ્વાદ હોતો નથી. ચાઈનીઝ લસણમાં ભેંસળીયુક્ત રસાયણો અને સિન્થેટિક વાપરવામાં આવે છે જેનાથી કેન્સર થઈ શકે તેવું નિષ્ણાંતોનું…

Read More

પહેલા દિવસનો રોજ નક્કી કરવા માટે મિનિમમ વેજીસ નક્કી કરવામાં આવતું હતું હવે નવું સંશોધન કર્યું છે જેમાં વી ડી એ સંશોધન કર્યું છે જે લાગુ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે દિવાળી પહેલા આને લાગુ કરવા માટેનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહી છે શું હતું મિનિમમ વેજીસ નો કાયદો ? મિનિમમ વેજીસ એટલે કે લઘુતમ વેતન ધારો રાજ્ય અને કેન્દ્ર સરકારે લાગુ કરવાનો રહેતો હોય છે જેમાં સંશોધન કરીને દર વખતે એનું નિરીક્ષણ પરીક્ષણ અને અધ્યયન કર્યા બાદ વધારો કરવામાં આવતો હતો મિનિમમ વેજીસ પ્રમાણે છૂટક મજૂરોને ચૂકવવામાં આવતું હતું હવે એ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. નવો “વી…

Read More

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ નવી યોજના બનાવી છે અને તેનો વ્યાપ વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના” શું છે જાણો.. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત સ્વનિર્ભ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવી વિદ્યાર્થીને દર વર્ષે ₹25 હજાર રૂપિયા સહાય તરીકે ચૂકવવા માટેની નવી યોજના છે. નમો સરસ્વતી યોજના ના પૈસા બેંક ખાતામાં જમા થશે જે વિદ્યાર્થીનીઓ 11 12…

Read More

નવસારી ખાતે યોજાયેલાવિશ્વ હૃદય દિનના કાર્યક્રમ વિશેષ રીતે હૃદય રોગ નિવારણ માટે સાવચેતીના પગલાં લેવા જોઈએ અને યોગ દ્વારા હૃદય રોગનું નિવારણ,રન અને રાઈડ મેરેથોન નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૨૨૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકને ટી શર્ટ અને રીફ્રેશમેન્ટ, મેડલ , સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ડી એસ ડી ઓ શ્રી અલ્પેશભાઈ પટેલ, નિરાલી હોસ્પિટલના સીઈઓ જેલસન કવલાકટ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યોગ શિબિરનું સંચાલન ઝોન કો ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન પાંડે અને નવસારી જિલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ગાયત્રીબેન…

Read More