Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીની ઓળખ અને આબરૂ પર અસામાજિક તત્વોએ ડોળો નાખ્યો, વર્ષો જૂનું ડાયમંડ સર્કલ જમીનદોસ્ત, જવાબદાર કોણ ?
નવસારી

નવસારીની ઓળખ અને આબરૂ પર અસામાજિક તત્વોએ ડોળો નાખ્યો, વર્ષો જૂનું ડાયમંડ સર્કલ જમીનદોસ્ત, જવાબદાર કોણ ?

વટ વચન અને આબરૂ જાય તે પાછા આવતા નથી. ત્યારે નવસારીની આબરૂ અસામાજિક તત્વોએ લૂંટી લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાંચો શું છે ઘટના...
Atul RathodBy Atul RathodOctober 31, 2024No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરના મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ પર પોતાનું જીવન ગુજારે છે. કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ નવસારીથી હીરા ઉદ્યોગની શરૂઆત થઈ હતી. જેમાં ખાસ કરીને પોલીસ અને કટીંગની શરૂઆત કરવામાં આવી હતી. ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ હીરા ઉદ્યોગ સુરત તરફ પ્રસરતો ગયો.

નવસારીના લોકો ભૂતકાળ ન ભૂલે તે માટે આ ઓળખને છતી રાખવા માટે લગભગ 15 વર્ષ પહેલા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા નવસારીના સ્ટેશન વિસ્તારમાં એક હીરાનું સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું. આ હીરાનું સ્મારકએ પ્રકારનું હતું કે નવસારીમાં શરૂ થયેલા હીરા ઉદ્યોગની પ્રતીતિ લોકોને કરાવે.

તો હાલ સ્થિતિ એવી થઈ છે કે આ હીરાના સ્મારકનું જમીનદોસ્ત થયો છે. એટલે કે એમ કહી શકાય કે નવસારીની આબરૂ ધૂળમાં પડી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ ડાયમંડ સર્કલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

પાલિકાએ તેની જાળવણીમાં પોતીકું વલણ રાખ્યું ન હતું

દરેક શહેરની કોઈક ને કોઈક એવી ઓળખ હોય છે કે જે લોકોમાં તેની છાપ છોડી જાય છે. નવસારીની ઓળખ ક્ષતિ કરવા માટે જે બનાવવામાં આવેલું ડાયમંડ સર્કલ જે નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્કલ ઉપર બનાવવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાએ ઉદાસીનતા ભર્યું વલણ દાખવતા આ સમગ્ર સર્કલ અસામાજિક તત્વોનો અડો બની ગયો હતો જે બાદ પાલિકાએ તેની જાળવણીમાં પોતીકું વલણ રાખ્યું ન હતું. ધીરે ધીરે સમય વીતતો ગયો તેમ તેમ અસામાજિક તત્વો આ સર્કલની  આસપાસ પોતાની મનમાની ચલાવતા ગયા અને આ સર્કલને નુકસાન પહોંચાડતા ગયા અને અંતે આ ડાયમંડ સર્કલ તૂટીને જમીન દોસ્ત થયું હતું. આ સમગ્ર બાબતે પોલીસનું પણ પાલિકા દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ કાર્યવાહી ન થઈ હોવાની પણ વાતો ઉલ્લેખાઈ રહી છે.

નવાઈની વાત તો એ છે કે નવસારી વિજલપુર પાલિકાના પ્રમુખ તો આ વાતથી અજાણ જ હતા. જોકે મીડિયા દ્વારા કરવામાં આવેલા કોલ બાદ તેમણે કહ્યું કે હવે હું આ બાબતે સંબંધિત વિભાગને જાણ કરી દઉં છું. કારણ કે મને આ સર્કલની ખરાબ સ્થિતિને લઈને કોઈ જ માહિતી નથી.

શાસકો અને સત્તાધીશોની સાચવણીનો અભાવ

કોઈપણ શહેરની ધરોહરને સાચવવી એ જે તે વિસ્તારની નગરપાલિકાનું કામ છે. પરંતુ નગરપાલિકાના શાસકો અને સત્તાધીશો આ બાબત તે સાચવણી માટે ઊંડા ઊતર્યા ન હોવાને કારણે અનેક મિલકતો જમીન દોસ્ત થઈ છે. આ સમગ્ર બાબતો પાછળ જવાબદાર કોણ તેને નવસારીના શહેરીજનો શોધી રહ્યા છે.

Navsari NAVSARI CITY NAVSARI DIAMOND Navsari Vijalpore municipality place in Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,864 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,734 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,403 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,022 Views
Don't Miss
નવસારી

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

By Atul RathodJune 3, 20260

પ્રેમ એ માનવીય સંવેદનાઓનું ઘટક છે. પ્રેમ સંબંધો એ સામાજિક તાણા-વાણા અને ઉદવેગો સાથે જોડાયેલા…

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026

હવે તમે નવસારીના લુન્સિકુઇ ગ્રાઉન્ડની પાળી પર નહીં બેસી શકો! પાળી પર લગાવાઈ લોખંડની ગ્રીલ, લોકોમાં નિરાશા

May 28, 2026

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા સહીત જાણો કોને કઈ ખુરશી મળી? હોદ્દેદારોના નામ જાહેર

May 26, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.