Author: Atul Rathod

નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારત સરકારના રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ ની માંગણી કરવામાં આવી. મંત્રાલય તરફથી આ મહત્વપૂર્ણ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.. આ બેઠક દરમિયાન નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક લાંબા સમયથી બાકી પ્રશ્નો પર પણ ચર્ચા થઈ. સ્ટેશનના આધુનિકીકરણ, પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્ર, વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ…

Read More

સુરત-નવસારી માર્ગ પર આવેલા વિરાવળ ગામ નજીક આવેલ પૂર્ણા નદીના જૂના બ્રિજ પર ચિંતાજનક ઘટના સામે આવી છે. જર્જરીત હાલતમાં હોય તેવા આ બ્રિજ પર, બે દિવસ અગાઉ જ તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લગાવવામાં આવેલા લોખંડના એંગલ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એવું કૃત્ય કરનાર સામે હવે તંત્ર ચોક્કસ લાલ આંખ કરશે. પ્રજાના જીવને નુકશાન ન થાય તે માટે પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો હતો. જોકે આ ગર્ડર તોડી પડયો છે. આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવાથી રોકવા માટે લગાવવામાં આવ્યા હતા. પરંતુ હવે એંગલ તૂટી જતા ભારે વાહનો વિના કોઈ…

Read More

શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થતાં, ભક્તોમાં શિવપૂજનની લાગણી ઊંડાઈ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે, બીલીમોરાના મીની સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે જ ભક્તોની ભીડ ઉમટી હતી. “હર હર મહાદેવ” ના જયઘોષ વચ્ચે મંદિર પરિસર શિવમય બન્યું હતું. મંદિરના દ્વાર વહેલી સવારે ખુલી જતા ભક્તો મંગળા આરતીમાં જોડાયા અને ભગવાન શંકરના આશીર્વાદ મેળવ્યા. આ પૌરાણિક મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં ભગવાન ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. દક્ષિણ ગુજરાતમાં આ મંદિર શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના તથા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોની ભક્તિ,…

Read More

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરીથી એક જંગલી પ્રાણીની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાંસદા તાલુકાના નાનીવાલઝર વિસ્તારમાં આવેલી પટેલ વાડીના એક રહેણાંક ઘરમાં દીપડો ઓટલામાં ફરતો નજરે પડ્યો હતો. આ ઘટના ગઈ કાલે શુક્રવાર બાદ રાત્રે આશરે ૧૨ વાગી ને ૧૫ મિનિટે બની હતી, જ્યારે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે કેદ થયો હતો. દૃશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો ઘરના ઓટલાની આસપાસ આંટા મારી રહ્યો છે અને કદાચ શિકારની શોધમાં આસપાસ શોધખોળ કરી રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં અચાનક આ રીતે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. લોકોમાં ચિંતા છે કે દીપડો કોઈ નુકસાન ન…

Read More

નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક ફરી એકવાર રખડતા ઢોરનો પ્રશ્ન બહાર આવ્યો છે. સ્ટેશન નજીક આવેલા ઓવરબ્રિજ પર શહેર તરફ આવતી અલ્ટો કાર અને ઢોર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે અને ઢોરને પણ ઈજા પહોંચી છે. કરુણા રથ દ્વારા ઢોરને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વ્યવસ્થાને સરળ બનાવી. મુખ્ય રસ્તા પર અકસ્માત થતાં થોડી વાર માટે ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા સામે તંત્ર ક્યારેય કડક પગલાં…

Read More

ગંભીરા બ્રિજ ગોઝારી ઘટનાને લઈને નવસારી પ્રશાસન એક્શન મોડ માં આવ્યું ત્યારે પૂર્ણા નદીના પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગની કામગીરી શરૂઆત કરવામાં આવી સાથે જ માર્ગ મકાન દ્વારા ટાટા સ્કૂલ જુના બસ ડેપો પાસે ડાયવર્જન લગાવાયું છે. વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી હવે નવસારી જિલ્લો પણ સાવચેતીના ભાગરૂપે પગલા લઈ રહ્યો છે. નવસારી શહેર નજીક આવેલ પૂર્ણા નદી બ્રિજ, જે વિરાવળ-નવસારી રોડ પર આવેલ છે અને વર્ષ ૧૯૭૮માં બનાવાયો હતો, હવે તેની હાલત ખુબ જ જુની અને નબળી હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા આ પુલનું સ્ટ્રક્ચર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે…

Read More

નવસારી શહેરમાંથી દુખદ ઘટના સામે આવી છે. નવસારીની પૂર્ણા નદીમાં બે લોકો તર્પણ દરમ્યાન ડૂબી ગયા હતા. માહિતી પ્રમાણે, નવસારી પૂર્ણા નદી ખાતે આવેલા સ્મશાન ખાતે પિતૃ તર્પણ કરવા આવેલા ભીખુભાઈ અને ધર્મેશભાઈ ઢીમર પૂર્ણા નદીમાં તર્પણ કરી રહ્યા હતા, ત્યારે અચાનક બંને યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને ટ્રાફિક પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ભીખુભાઈ નો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો છે, તેવામાં ધર્મેશભાઈનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમા શોકની લાગણી જોવા મળી રહી છે.

Read More

ગંભીરા પુલ દુર્ઘટનાને પગલે નવસારી મહાનગરપાલિકા હવે સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શહેરના જૂના શોપિંગ સેન્ટરોની હાલત જોઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યસ્થ શોપિંગ સેન્ટરમાં આવેલી 337 દુકાનોને માત્ર 3 કલાકમાં ખાલી કરવા મૌખિક નોટિસ આપવામાં આવી છે. અનુમાનિત રીતે છેલ્લા 45 વર્ષથી ધમધમતી આવી દુકાનો હવે જર્જરીત હાલતમાં પહોંચી ગઈ છે, જેને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની નોટિસ મળતાની સાથે જ વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે અને બહુજન વેપારીઓએ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પગલાં શક્ય અકસ્માતને ટાળવા માટે આગમચેતી રૂપે લેવામાં આવ્યા છે. જૂના માળખાના સ્ટ્રક્ચર સેફટીના…

Read More

નવસારી જિલ્લામાં મિલ્કત સંબંધિત અનડિટેક્ટ ગુનાઓ શોધવા અને ચોરાયેલ મુદ્દામાલની પુનઃપ્રાપ્તી માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત નવસારી એલ.સી.બી. શાખા તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નીચે મુજબના મુદ્દામાલ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યો છે: સોનાનું મંગળસૂત્ર – ૨ નંગ સોનાની ચેન – ૧ નંગ સોનાની બૂટી – ૧ જોડી સોનાની બૂટી – ૧ નંગ કુલ કિંમત (સોનાના દાગીના): રૂ. ૫,૦૪,૪૪૮/- તે ઉપરાંત બીજા ગુનાના સંદર્ભમાં ગ્રે કલરની એક્ટીવા મોપેડ કિંમત રૂ. ૨૦,૦૦૦/- પણ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવી છે. કુલ રિકવર કરવામાં આવેલ મુદ્દામાલની કિંમત: રૂ. ૫,૨૪,૪૪૮/- “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આ કબ્જે કરાયેલ…

Read More

નવસારી: નવસારી મહાનગરપાલિકામાં નવો ધમધમાટ શરૂ થયો છે. મહાનગરપાલિકાના નવા સીમાંકન અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા હવે કુલ 13 વોર્ડમાં વિભાજિત થશે અને કુલ 52 કોર્પોરેટરની બેઠકો રહેશે. નવી બેઠક વિતરણ મુજબ જુદી જુદી કેટેગરી માટે રિઝર્વેશનની રૂપરેખા પણ ઘોષિત કરવામાં આવી છે: શિડ્યુલ કાસ્ટ (SC): કુલ 3 બેઠકો રિઝર્વ, જેમાંથી 1 બેઠક મહિલાઓ માટે અનામત. શિડ્યુલ ટ્રાઈબ (ST): કુલ 8 બેઠકો અનામત, જેમાંથી 4 બેઠક મહિલાઓ માટે રિઝર્વ. ઓબીસી (OBC): કુલ 14 બેઠકો માટે અનામત, જેમાંથી 7 બેઠક મહિલાઓ માટે રિઝર્વ. જનરલ કેટેગરી: 27 બેઠકો, જેમાંથી 14 મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા…

Read More