નવસારીનું બોરીયાચ ટોલનાકુ જે મુંબઈથી આવતા કે મુંબઈ તરફ જતા લોકો માટે અહીં ટોલ ટેક્સ ભરીને આવન જાવન કરવાનું હોય છે. જોકે આ વચ્ચે થોડા દિવસ પહેલા આજે ટોલ ટેક્સના ભાવમાં વધારો થયો હોવાના સમાચારો સામે આવ્યા હતા. આ ટોલ ટેક્સમાં કરાયેલા વધારાને કારણે સીધી અસર વાહન ચાલકોના ખિસ્સામાં પડે છે.
મહત્વનું વાત એ છે કે બોરીયાચ ટોલનાકા ખાતે જ્યાં નેશનલ હાઈવે નો રસ્તો છે આ રસ્તામાં સુવિધા ન આપવામાં આવતી હોવાની પણ ફરિયાદો અગાઉ ઉઠી હતી. લાંબા સમયથી તૂટેલી હાલતમાં અહીંના રસ્તાઓ હતા. તેમ છતાં પણ શા માટે અહીં ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.
નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા આ સમગ્ર બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આ ટોલનાકાનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તેમની વાતને ધ્યાને લેવામાં આવે તો આ ટોલનાકા પર કઈ રીતે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેને લઈને પ્રશ્નાર્થ છે.
ત્યારબાદ હવે કોંગ્રેસ રણ મેદાને ઉતરી છે અને વધેલા ટોલટેક્સ પર યોગ્ય સરકારનું ધ્યાન દોરી ઘટતું કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે આ માટે નવસારી જિલ્લા કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.