નવસારી શહેરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ બજાર કેન્દ્રનું ઉદ્ઘાટન તેમજ નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું લોન્ચિંગ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલના હસ્તે ભવ્ય રીતે યોજાયું હતું.
આ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોએ પોતાના ખેત પેદાશોની વિક્રિ માટે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાકભાજી, ફળફળાદી જેવી ખાદ્ય ખેતપેદાશો નવીન અવતાર સાથે શહેરજન સુધી સીધા પહોંચે તે હેતુસર આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈ તથા આર.સી. પટેલ સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એપ્લિકેશનનું લોન્ચિંગ
નૈસર્ગિક નવસારી એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા શહેરજન ઘેર બેઠા પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદી શકશે. આ ડિજિટલ પહેલથી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને વિક્રિ માટે નવી તક અને ગ્રાહકોને તાજા, શુદ્ધ અને રસાયણમુક્ત પેદાશ સરળતાથી મળશે.
વેચાણ કેન્દ્રની વિશેષતાઓ:
- સ્થળ: મહાનગરપાલિકા શોપિંગ સેન્ટર, અટલ બિહારી વાજપેયી માર્ગ, નવસારી
- દિવસ: દરેક મંગળવાર અને ગુરુવાર
- સમય: સવારે ૮:૦૦ થી ૧૧:૦૦
- ઉપલબ્ધ પેદાશો: શાકભાજી, ફળફળાદી, અનાજ, ઘરગથ્થુ ઉત્પાદનો
– (ઇનપુટ : માહિતી વિભાગ, નવસારી)