Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારીમાં બળજબરી પૂર્વક કોઈ પણ આદિવાસી વિસ્તારનું વિસ્થાપન નહીં થાય – ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ખાતરી
નવસારી

નવસારીમાં બળજબરી પૂર્વક કોઈ પણ આદિવાસી વિસ્તારનું વિસ્થાપન નહીં થાય – ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ખાતરી

નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં ઘર હટાવવાની બાબતે સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓને લઈ ભાજપે સ્પષ્ટતા કરી છે કે હાલ કરવામાં આવતો સર્વે માત્ર જનરલ સર્વે છે અને તેનો કોઈપણ રીતે ઘર હટાવવાની કાર્યવાહી સાથે સંબંધ નથી.
Atul RathodBy Atul RathodJanuary 26, 2026Updated:January 26, 2026No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે આદિવાસી લોકોના ઝૂપડા હટાવવામાં આવશે અને કેટલાક લોકોને ઘર તો કેટલાકને અન્ય લાભ આપવામાં આવશે. આ પ્રકારની વાતોને કારણે સ્થાનિક લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે.

આ બાબતે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને આધારવિહોણી છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે માત્ર જનરલ સર્વે છે અને તેનો કોઈપણ રીતે ઘર હટાવવાની કાર્યવાહી સાથે સંબંધ નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર સ્લમ વિસ્તાર માટે ભવિષ્યમાં પાકા મકાનો ઉપલબ્ધ થાય તે માટે એક સંપૂર્ણ અને વ્યવસ્થિત વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે. આ યોજનાના પ્રારંભિક તબક્કા તરીકે જનરલ સર્વે કરવામાં આવ્યો છે, જેથી સાચી માહિતી આધારે આયોજન કરી શકાય.

હાલમાં આદિવાસી વિસ્તારોમાં કોઈ ઘર હટાવવાની વાત નથી અને ન તો આવી કોઈ કાર્યવાહી અંગે નિર્ણય લેવાયો છે. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આયોજન આગળ વધારવામાં આવી રહ્યું છે.

ભાજપનું કહેવું છે કે… ખાસ કરીને ચૂંટણી નજીક આવે ત્યારે આવી પ્રકારની ભ્રામક અફવાઓ સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવે છે, જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અધિકૃત માહિતી પર જ આધાર રાખે.

આ દરમ્યાન સભામાં હાજર આગેવાનોએ કેટલાક મુદ્દાઓ અંગે વાત કરી હતી. અને ભાજપનું ધ્યાન દોર્યું હતું. આદિવાસી સમાજના લોકો લાંબા સમયથી જ્યાં વસવાટ કરે છે, તે તમામ પરિવારોના નામ યોગ્ય રીતે નોંધવામાં આવે તેવી માંગ સભામાં ઉઠાવવામાં આવી હતી. કોઈપણ પ્રકારના સ્થળાંતર પહેલાં અસરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ નોટિસ આપવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી.

સભામાં આ બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈ વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી કરવાની થાય તો તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને વિશ્વાસમાં લેવામાં આવે અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ આગળની કામગીરી કરવામાં આવે. એકતરફી અને ઉતાવળભરી કાર્યવાહીથી સામાજિક અસંતોષ ઊભો ન થાય તે માટે સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

સભામાં હાજર લોકોએ જણાવ્યું હતું કે દેવીનો પાર્ક વિસ્તારમાં ACBની ઓફિસ બનાવવા માટે જગ્યા ખાલી કરાવવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.

આ મુદ્દે ધારાસભ્ય રાકેશ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું બળજબરીથી વિસ્થાપન કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે કમિશનર દ્વારા પણ આ બાબતે ખાતરી આપવામાં આવી છે કે લોકોના હિત અને પુનર્વસનને ધ્યાનમાં રાખીને જ કોઈપણ નિર્ણય લેવામાં આવશે.

Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.