નવસારી શહેરમાં નવું સીમાંકન શરૂ થશે જેના કારણે નવી વોર્ડ રચના અને એના આધાર પર ચૂંટણીઓ પણ યોજવામાં આવશે જેને લઈને નવસારી શહેરનું રાજકારણ ગરમાયું છે નવસારી શહેરમાં હાલમાં જ શહેર પ્રમુખની ઘોષણા કરવામાં આવી છે એ મહાનગર પ્રમુખ તરીકે કામ કરશે કે પછી હટાવી દેવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
અઠવાડિયા પહેલા જાહેર થયેલા નગરપાલિકા પ્રમુખ નું શું થઈ શકે ?
નવસારી નગર પ્રમુખ તરીકે એક અઠવાડિયા પહેલા વિજય ભટ્ટના નામની ઘોષણા કરવામાં આવી હતી શહેર પ્રમુખ તરીકે હજુ એક સપ્તાહ પૂર્ણ થયો નથી. ત્યાં જ મહાનગરપાલિકાનું માળખું મળતા મહાનગર પ્રમુખ તરીકે નવા આવશે કે પછી જુના જ શહેર પ્રમુખને ચલાવવામાં આવશે તે બાબતને લઈને નવસારી શહેરમાં ચર્ચા જાગી છે અને રાજકારણ પણ ઘરમાં છે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી શહેર પ્રમુખને હટાવીને મહાનગર પ્રમુખ તરીકે નવા ચહેરાની નિયુક્તિ કરવામાં આવશે એવી વાતો વહેતી થઈ છે.
નવા વોર્ડ સીમાંકનનું માળખું કેવું હોઈ શકે ?
મહાનગરપાલિકાની જાહેરાતની સાથે નવા વોર્ડનું સીમાંકન કરવા માટેની તૈયારીઓ નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને નગરપાલિકા વખતે 13 વોર્ડ હતા જેમાંથી વધારીને હવે નવા વિસ્તારોમાં સમાવિષ્ટ કરવામાં આવશે અને એક વોર્ડ દીઠ ૨૫ હજારથી વધુ વસ્તીને વણી લેવામાં આવશે.
વસ્તીના આધાર પર રિઝર્વેશન નક્કી થશે..
મહાનગરપાલિકાની જાહેરાત થતા ની સાથે જ રાજકારણ ગરમાયું છે અને એની સાથે મહાનગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે પણ પડા પડી શરૂ થઈ ચૂકી છે ટિકિટ મેળવવા માટે પણ ચોકઠા ગોઠવાઈ રહ્યા છે એમાં ખાસ કરીને જાતીય વસ્તીના આધાર પર રિઝર્વેશન નક્કી થતું હોય છે એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરી એમ ચાર રિઝર્વેશન રાખવામાં આવતા હોય છે સાથે મહિલા ઓ માટે રિઝર્વેશન પણ રાખવામાં આવે છે જે મહત્વનો મુદ્દો છે. પાલિકામાં ટિકિટ મેળવવા માટે હમણાંથી જોડ તોડ ગટ જોડ ની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.
મેયર તરીકે કોણ આવી શકે તેવી શક્યતાઓ?
નવસારી મહાનગરપાલિકામાં વહીવટદાર અને મ્યુનિસિપલ કમિશનર આવી ચૂક્યા છે હવે ચૂંટણી માટેની તૈયારીઓ અને રોડ મેપ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે રાજકારણમાં ઘરમાંટો આવતાની સાથે જ મેયર કોણ બની શકે તેવા મજબૂત માથાની આંતરિક ખોજ વિવિધ ગુટો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકામાં મેયર તરીકેના દાવેદારો..
ભુરાલાલ શાહ, પિયુષભાઈ દેસાઈ, કનક બારોટ, અશોક ધોરાજીયા, અશોક ગજેરા, પ્રેમચંદ લાલવાણી, મુકેશ અગ્રવાલ, જિગીશ શાહ, પરેશ કાસુન્દ્રા, ભરત સુખડિયા, મધુ કથીરિયા, શીતલ સોની, હેમાબેન ચૌહાણ, સીરીશ ભટ્ટ, જગદીશ મોદી, સુરેશ મકવાણા, સુરેશ શેઠ