વિધ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે.
આજે વાત કરીશું ગણેશવડ સિસોદ્રાની જે હાલ દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 1662 વર્ષ પૂર્વે મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલી હતું પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદા ના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પર હુમલો કર્યો તો ચમત્કાર જોઈને સૈનિકો નાસી ગયા હતા.
મૂર્તિપૂજાના પ્રખર વિરોધી એવા ઓરંગઝેબ દ્વારા 20 વીઘા જમીન દાન કર્યાના પુરાવાઓ આજે પણ ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજુદ છે. એવા ગણેશ વડ સિસોદ્રા નું મંદિર દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે…
ગણેશ ચતુર્થી એ લોકમાન્ય તીડકે આઝાદીકાળ દરમિયાન સંગઠનાત્મક ભાવના કેળવવા માટે લોકોને ધાર્મિકતા સાથે જોડી દીધા હતા અને એ પરંપરા આજે પણ યથાવત છે. શાસ્ત્રોત ગણેશ બાપા ની પૂજા કોઈપણ શુભ પ્રસંગમાં પ્રથમ પૂજા કરવાની શાસ્ત્રીય પરંપરા છે.
ગણેશ ચતુર્થી પર્વ દેશ અને દુનિયાના ગણેશ ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરે છે. નવસારી ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિસોદ્રા ગામે ગણપતિ બાપા નું સ્વયંભૂ પ્રગટ થયેલું ગણેશવડ સિસોદ્રા દક્ષિણ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
ગણેશ વડ મંદિરના નામ પરથી સિસોદ્રા ગામને ગણેશ વડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું ગણેશ વડ સિસોદ્રા મંદિર આજે ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે…