દેશ અને દુનિયાના વિવિધ સંગઠનો ગણેશ ચતુર્થી દરમિયાન વિવિધ કાર્યક્રમો કરતા હોય છે અને ગણપતિ દાદાની આરાધના અને સેવા અર્ચના કરતા હોય છે.
નવસારી શહેરના ચોપદાર સ્ટ્રીટ જુના થાણા ના યુવાનો ગણેશ ચતુર્થી દરમિયાન સામાજિક સમરસતા અને એકતા નું સંદેશો આપે છે.
શું છે ચોપદાર સ્ટ્રીટ ના યુવાનોની સમરસતા ??
જુના ધાણાના આ મંડળના યુવાનો ભેગા થઈને ગણપતિદાદાની પ્રતિમા પ્રસ્થાપિત કરે છે પરંતુ મહત્વનું કામ 50% યુવાનો મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મંડપ સજાવવાનું તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મુસ્લિમ યુવાનો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તમામ પ્રકારના કાર્યક્રમમાં મુસ્લિમ યુવાનો ભાગ લે છે.
ચોપદાર સ્ટ્રીટ ગણેશ ચતુર્થી દરમિયાન મનોરંજન ના કાર્યક્રમો પણ કરે છે.
ચોપદાર સ્ટ્રીટના યુવાનો સામાજિક સમરસતાનો સંદેશો આપે છે જેમાં દસ દિવસ દરમિયાન લોકોને મનોરંજન પૂરું પાડે છે એમાં ભૂતનો પ્લોટ બનાવે છે અને લોકોને મનોરંજન કરાવે છે .
સમગ્ર નાટક સ્વરૂપે રજૂ થતો ભૂતના કાર્યક્રમમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો ભેગા મળીને કાર્યક્રમને પાર પાડે છે.