સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે ઉમેદવારોની વરણીની શરૂઆત કરવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા સારા ઉમેદવારો અને જીતી શકે એવા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયાથી માંડીને પસંદગી પ્રક્રિયા ની શરૂઆત કરી છે એમાં નવસારી ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ઘરે ઘરેથી બે ચાર અને આખું પરિવાર પણ ટિકિટ માંગી રહ્યું છે.
નવસારી મહાનગરપાલિકામાં માંગેલી ટિકિટો…
- વોર્ડ નંબર 1 . કુલ 26
- વોર્ડ નંબર 2.. કુલ 27
- વોર્ડ નંબર 3.. કુલ 32
- વોર્ડ નંબર ચાર.. કુલ 23
- વોર્ડ નંબર 5.. કુલ 33
- વોર્ડ નંબર 6. કુલ ૩૩
- વોર્ડ નંબર સાત. કુલ 22
- વોર્ડ નંબર 8. કુલ 25
- વોર્ડ નંબર 9.. કુલ 21
- વોર્ડ નંબર 10.. કુલ 26
- વોર્ડ નંબર 11.. કુલ 23
- વોર્ડ નંબર 12.. કુલ 23
- કોડ નંબર 13.. કુલ 33..
- કુલ ટિકિટ માંગનાર .. 347 …
વોર્ડ નંબર પાંચ છ અને 13 માં સૌથી વધુ 33 કાર્યકર્તાઓએ ટિકિટની માંગણી કરી છે એમાં વોર્ડ નંબર 13 સૌથી વધુ રાજકીય માહોલથી ઘરમાં આવ્યું છે વોર્ડ નંબર પાંચમાં પણ જુના જોગીઓની નીતિ સામે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે વોર્ડ નંબર છ માં ભાજપના કાર્યકરો જ ભાજપને હરાવવા માટે મેંદાને પડે તે પ્રકારની સ્થિતી ઉભી થઈ.
ટિકિટ માંગણીની સાથે સંગઠનની જાહેરાત થતા એક વ્યક્તિ એક હોદાને કારણે ટિકિટ કપાશે…
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે કાર્યકર્તાઓની લાઈનો લાગી છે અને કાર્યકર્તા તરીકે ટિકિટ માંગી શકે તેવા પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયાની સાથે જ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સંગઠનની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં મહિલા મોરચો અનુસૂચિત જાતિ જનજાતિ અને યુવા મોરચાની ટીમની જાહેરાત કરવામાં આવી છે જેને લઈને એક વ્યક્તિ બે હોદ્દા ન લઈ શકે તેવા પ્રકારના નિયમના કારણે કેટલાકની આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે અને કોર્પોરેટર બનવાનું સપનું ચક્ના દૂર થઈ ગયું છે..
