Author: Atul Rathod

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરના તમામ મિલકત ધારકોને એક મહત્વપૂર્ણ અને અંતિમ સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ જાહેર ઘોષણા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તા. 31 ડિસેમ્બર, 2025 મિલકત વેરા ચૂકવવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. શહેરમાં રહેણાંક તેમજ વ્યાવસાયિક બંને પ્રકારની મિલકતો ધરાવતા માલિકોએ આ તારીખ સુધીમાં પોતાના બાકી રહેલા તમામ મિલકત વેરાની સંપૂર્ણ ચુકવણી કરવી ફરજિયાત છે. મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો કોઈ મિલકત ધારક નિર્ધારિત અંતિમ તારીખ સુધી વેરા ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવી મિલકતોને વીજ પુરવઠો, પાણી પુરવઠો અને ડ્રેનેજ કનેક્શન જેવી મૂળભૂત નગર સેવાઓથી વંચિત…

Read More

નવસારીમાં છાપરા રોડ નજીક વલ્લભ એસ્ટેટ પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે જો જરાક પણ ચૂક થઈ હોત તો જીવ જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલી સ્પીડમાં કાર આવી રહી છે. અને ધડાકાભેર સાથે આ ટ્રાવેલર સાથે અથડાઈ રહ્યું છે. મહત્વનું છે કે સ્થાનિકોનું કહેવું છે કે ગાય આવી હતી તેના લીધે આ સ્થિતિ સર્જાય હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ આટલી બધી કારની સ્પીડ કયા કારણસર હતી તે પણ ચકાસવું રહ્યું. પ્રાથમિક રીતે જે માહિતી મળી છે તેનો કાર ચાલક પંચવટી સોસાયટીનો રહેવાસી…

Read More

નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસ, ધરોહર અને સપૂતોના યોગદાનને બિરદાવતું નમસ્તે નવસારી પુસ્તક આગામી 14 ડિસેમ્બરના રોજ વિમોચન થવાનું છે. વરિષ્ઠ પત્રકાર શ્રી ગૌતમભાઈ મહેતા દ્વારા લખાયેલ આ ગ્રંથનું વિમોચન પૂર્વે નવસારીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. અત્યાર સુધી નવસારીના ઐતિહાસિક પાસાઓને સમજવા માટે ‘તવારી કે નવસારી’ પુસ્તક વાંચાતું હતું. પરંતુ છેલ્લા કેટલાંક દાયકાઓમાં જિલ્લાના આર્થિક, ભૌગોલિક અને સામાજિક ક્ષેત્રે થયેલા આધુનિક વિકાસને સમાવી લેતું એકેય ગ્રંથ ઉપલબ્ધ ન હતું. આ ખામી પૂર્ણ કરવા માટે તૈયાર થયેલું આ નમસ્તે નવસારી પુસ્તક આજની અને આવનારી પેઢી માટે જાણે એક અમૂલ્ય ભેટ સમાન બનશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુસ્તક માટે શુભેચ્છા પાઠવી અને…

Read More

બીલીમોરાના આઈટીઆઈથી યમુના નગર જતા મુખ્ય માર્ગની પાસે આવેલ માલિકીની વાડીમાં દીપડા દ્વારા બિનવારસી ગૌ વંશનુ મારણ થતા માલિકે વનવિભાગનો જાણ કરાઇ હતી. દીપડા દ્વારા અવારનવાર આ વિસ્તારમાં અવરજવરની માહીતી લોકો પાસેથી મળી રહી હતી. તેવામાં મારણની ઘટના સામે આવતા વનવિભાગ સતર્કતા વધારતા કાર્યવાહી શરૂ કરવામા આવી છે યમુના નગર જતા રસ્તા પર દીપડાની હાજરી જોવા મળી. મોડી રાત્રે વાછરડાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે મોડી રાત્રે ત્રણ થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વાર આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. દીપડાઓ જંગલ વિસ્તાર તરફથી ખોરાકની…

Read More

તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘Dusshera’ અંધશ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિ પર આધારિત એક શક્તિશાળી કહાની રજૂ કરે છે. ફિલ્મની પહેલી જ ફ્રેમ પ્રાચીન, રહસ્યમય અને દૃશ્યપટ પર્ સંપૂર્ણ રીતે સાકાર બનેલી દુનિયામાં પ્રેક્ષકોને ખેંચી લે છે. સ્ટોરીની શરૂઆત ડાંગના ઘનિષ્ઠ અને રહસ્યમય જંગલોમાંથી થાય છે, જ્યાં જંગલની દેવી અને રક્ષક ‘વાઘમાતા’ ની કથા જીવંત બને છે. દરેક સીનમાં બ્રેથટેકિંગ VFX, અદ્ભૂત સિનેમેટોગ્રાફી અને શક્તિશાળી મૂડ-ક્રિએશન જોવા મળે છે, જે ઘણીવાર પ્રેક્ષકોને રોમાંચિત કરી દે છે. નવસારીના લોકો આ મુવી ગિરિરાજ સિનેમામાં જોઈ શકશે. ફિલ્મની સૌથી વિશેષ બાબત છે વાઘમાતાની ગર્જના — અનેક દર્શકોના જણાવ્યા મુજબ આ સીન એટલા અસરકારક…

Read More

નવસારીના ખેલપ્રેમીઓ, વિવિધ રમત ગમત મંડળો તેમજ નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા સમૂહમાં રજૂ થયેલ વિનંતિ અનુસાર, મેદાનનું વેપારીકરણ અથવા રમતવિરુદ્ધ બાંધકામ થવાથી ભવિષ્યમાં રમતગમત પ્રવૃત્તિઓને ગંભીર અસર પહોંચશે. મુખ્ય માંગણીઓ શું છે? લુન્સીકુઈ મેદાનમાં કોઈપણ પ્રકારનું કોન્ક્રીટ અથવા સ્થાયી બંધારણ ન બનાવવામાં આવે  મેદાન માત્ર રમતગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે  મેદાનની અંદર નવા અલગ-અલગ રમતના કોર્ટ અથવા મેદાન ન બનાવવામાં આવે, જેથી ક્રિકેટ, ફૂટબોલ, વોલિબોલ, એથ્લેટિક્સ જેવી રમતોમાં અવરોધ ન ઊભા થાય મેદાનની સુરક્ષા માટે તેની આસપાસ gate અને દીવાલ દ્વારા કોર્ડન સિસ્ટમ બનાવવા માંગણી સિન્થેટીક વોક-વે મેદાનની લેવલ પ્રમાણે ન બનાવાય તો અકસ્માતનો ભય— તેથી તેને અન્ય…

Read More

નવસારીમાં પારસી હોસ્પિટલ નજીક અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાની ઘટના સામે આવી. ktm બાઈક અને કિયા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની. કિયા કાર એક ગલી માંથી બહાર નીકળી રહી હતી અને કેટીએમ બાઈક ચાલક ઝડપભેર રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ વચ્ચે કેટીએમ બાઈક કાર સાથે અથડાઈ હતી. કાર સાથે બાઈક અથડાતા બાઈક ઉપર બેસેલા બે યુવકો ફંગોળાયા હતા. જોકે તાત્કાલિક તેમને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જે ચોકાવનારા છે.

Read More

નવસારીમાં વિદેશ મોકલાવાની લાલચ આપી કરવામાં આવેલી મોટી વિઝા ઠગાઈનો મામલો સામે આવ્યો છે. વિઝા મેળવવા ખોટા લેટર આપનારા પટેલ દંપત્તિમાંથી પત્ની નાવિકા વિવેક પટેલને મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. દંપત્તિએ લંડન જવા ઇચ્છુક 9 જેટલા લોકોને ખોટા વિઝા આપીને લાખોની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ મોકલી આપવાની ખાતરી આપતા 9 લોકો પાસેથી 22 લાખ રૂપિયાથી વધુની રકમ લીધી હતી. પરંતુ તેમને ખોટા વિઝા આપ્યા બાદ દંપત્તિ દેશમાંથી ફરાર થઈ ગયું હતું. આ અંગે નવસારીના એક ભોગ બનનાર વ્યક્તિએ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ…

Read More

દેશ આજે બાળ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરામાં હૃદય હચમચાવી નાખે એવો દોહરું હત્યાકાંડ સામે આવ્યું છે. બીલીમોરાના દેવસર વિસ્તારમાં રહેતી એક મહિલાએ મધરાતે પોતાના બે નાનાં દીકરાઓનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનું કહેવું છે કે તેને સપનામાં “બાળકોને મારી નાખ” એવો આદેશ મળ્યો હતો. પોલીસને પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી સુનિતા શર્માના પતિને ટાઇફોઇડ હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ગઇકાલે મોડી રાત્રે ઘરે માત્ર સાસરો અને બે બાળકો જ હતા. એ દરમિયાન મહિલાએ તેના સાત વર્ષીય પુત્ર હર્ષ અને ચાર વર્ષીય દેવનું ગળું દબાવીને મોત નિપજાવ્યા.…

Read More

નવસારીમાં વિજલપોર ફાટક પાસે રહેલ રેલ્વે ઓવર બ્રિજના પીલરને મહાપાલિકાના ટેક્ટરની ટ્રોલી અથડાઈ જતાં ટ્રોલી ઉંધી પડી ગઇ. ઘટના નજરમા પડતા આસપાસના લોકો ચકિત રહ્યા અને તરત મહાનગર પાલિકા માટેની ટીમને જાણ કરવામાં આવી. આ ઘટનાના સમયે ટ્રોલીમાં કોઈ મુસાફર ન હોવાના અને સદ્‌નસીબે કોઈ જાનહાની ન હોવાના કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી. તે વખતે ટ્રોલી ડ્રાઇવર દ્વારા સંભવિત જાગૃતતા-ખામી કે અનિયંત્રિત ગતિને કારણે અકસ્માત ઘટવાની ચર્ચા થઈ રહી છે. સ્થાનિકે જણાવ્યું કે બ્રિજ નજીક રસ્તા અને જગ્યા ના અભાવને કારણે વાહન નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડતી હોય શકે છે.

Read More