Author: Atul Rathod

દેશ આજે બાળ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરામાં હૃદય હચમચાવી નાખે એવો દોહરું હત્યાકાંડ સામે આવ્યું છે. બીલીમોરાના દેવસર વિસ્તારમાં રહેતી એક મહિલાએ મધરાતે પોતાના બે નાનાં દીકરાઓનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનું કહેવું છે કે તેને સપનામાં “બાળકોને મારી નાખ” એવો આદેશ મળ્યો હતો. પોલીસને પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી સુનિતા શર્માના પતિને ટાઇફોઇડ હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ગઇકાલે મોડી રાત્રે ઘરે માત્ર સાસરો અને બે બાળકો જ હતા. એ દરમિયાન મહિલાએ તેના સાત વર્ષીય પુત્ર હર્ષ અને ચાર વર્ષીય દેવનું ગળું દબાવીને મોત નિપજાવ્યા.…

Read More

નવસારીમાં વિજલપોર ફાટક પાસે રહેલ રેલ્વે ઓવર બ્રિજના પીલરને મહાપાલિકાના ટેક્ટરની ટ્રોલી અથડાઈ જતાં ટ્રોલી ઉંધી પડી ગઇ. ઘટના નજરમા પડતા આસપાસના લોકો ચકિત રહ્યા અને તરત મહાનગર પાલિકા માટેની ટીમને જાણ કરવામાં આવી. આ ઘટનાના સમયે ટ્રોલીમાં કોઈ મુસાફર ન હોવાના અને સદ્‌નસીબે કોઈ જાનહાની ન હોવાના કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી. તે વખતે ટ્રોલી ડ્રાઇવર દ્વારા સંભવિત જાગૃતતા-ખામી કે અનિયંત્રિત ગતિને કારણે અકસ્માત ઘટવાની ચર્ચા થઈ રહી છે. સ્થાનિકે જણાવ્યું કે બ્રિજ નજીક રસ્તા અને જગ્યા ના અભાવને કારણે વાહન નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી પડતી હોય શકે છે.

Read More

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તંગદિલીભર્યું માહોલ સર્જાયો છે, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પ શૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ સર્જાયું. મળતી માહિતી અનુસાર, હથિયારો સપ્લાય કરવા આવેલા ઈસમોને પકડવા પોલીસ પહોંચી ત્યારે શાર્પ શૂટર ગેંગના સભ્યોએ નાસવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસએ સ્વરક્ષણમાં પ્રતિ ફાયરિંગ કરતા એક ઈસમના પગમાં ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોટલમાં રોકાયેલા અને હથિયારો આપવાના ઇરાદે આવેલા પાંચ ઇસમોમાંથી ચારને પોલીસએ કાબૂમાં લીધા છે. ઘટનાની જાણ થતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે નવસારી જિલ્લાના અન્ય સુરક્ષા દળો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તારણ મુજબ, પકડાયેલા ઇસમો કુખ્યાત…

Read More

નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. માહિતી મુજબ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી લક્ઝરી બસને ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વળાંક લેતા ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો, તેમ છતાં સદનસીબે બસમાં સવાર અંદાજે દસ મુસાફરોના આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેસ્મા આઉટપોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બસને મુખ્ય માર્ગ પરથી ખસેડીને…

Read More

નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં સુરતના કુખાત ગુનેગાર સલમાન લસ્સી પર ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી માહિતી મુજબ, સલમાન લસ્સી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના ડીંડોલી, લિબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હતો અને તેના પર હત્યા, મારામારી તથા ખડની સહિત આશરે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાંચની ટીમ મરોલી વિસ્તારમાં પહોંચી હતી ત્યારે ડાભેલા ના આશિયાના મહોલ્લા પાસે સલમાન લસ્સીને પકડી લેવાની કાર્યવાહી દરમિયાન તેણે ચપ્પુ વડે પોલીસ પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલા સામે પોલીસ કર્મચારીઓએ આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં સલમાન લસ્સીના પગના ભાગે ગોળી વાગી હતી. તેને…

Read More

રાજસ્થાનના વિશ્વપ્રખ્યાત પુષ્કર મેળા 2025 માં દક્ષિણ ગુજરાતનો ગૌરવ ગણાતો મોહનલાલ સ્ટડ ફાર્મ (સંજય ફાર્મ), ચીખલી ખાસ ચર્ચામાં રહ્યો છે. ફાર્મના યુવા મારવાડી ઘોડા “પ્રથમ હંસ”, જે શ્રી દર્શનભાઈ દેસાઈની માલિકીમાં છે, એ મેળામાં ભારે લોકપ્રિયતા મેળવી છે.

Read More

લઘુ શંકા એ આવેલા એક વ્યક્તિએ મિલની અંદરથી મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોતા તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ, એલસીબી ટીમ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી. પ્રારંભિક તપાસમાં મૃત મહિલા હાઇવે આસપાસ કચરો વીણનારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસના અનુમાન મુજબ, મહિલાની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેથી હકીકત બહાર આવી…

Read More

નવસારી શહેરમાં મોડી રાત્રે બે ગેંગ વચ્ચે તણાવજનક મારામારીની ઘટના બની હતી. વિરાવળ રોડ પર આવેલ બોસ્ટન ટી સામે શુક્રવારે રાત્રે આશરે બાર વાગ્યે થયેલી આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મારામારી દરમિયાન રેમ્બો ચપ્પુ સહિતના ધારદાર હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આસિફ, ઇમરાન શેખ અને સિદ્ધુ થોરાટ નામના યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક ત્રણેયને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હિંસક અથડામણ જૂની અદાવતને…

Read More

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આતલિયા ગામમાં આવેલી આતલિયા GIDC ખાતે ગણેશનગર પાસે આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનમાં રહેલું મોટાપાયે પ્લાસ્ટિક સામાન બળી ખાક થઈ ગયું, જેના કારણે ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી સલામતી અને ટ્રાફિક નિયંત્રણની જવાબદારી સંભાળી હતી. સાવચેતીના ભાગરૂપે ગણદેવી ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા આગ…

Read More

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ એકવાર કેબિનેટ મંત્રી તરીકે પોતાનું વહીવટનો અનુભવ કરાવી ચૂક્યા છે. ફરીવાર આજે તેમને મંત્રી બનવા માટે ફોન આવી ગયો છે. નવા મંત્રી મંડળમાં ધારાસભ્ય નરેશ પટેલને ફરીવાર સ્થાન મળતા તેમની આંખો ભીની થઈ હતી. તેમણે આદિવાસી વિસ્તારમાં મહત્વના પ્રોજેક્ટોમાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કાળા કારોબારની ડામવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પોતાના વહીવટી અને સંગઠનાત્મક અનુભવના કારણે તેમનું નામ પણ આવી ગયું છે.

Read More