- હોમ
- Web Stories
- ગુજરાત
- મનોરંજન
- બિઝનેસ
- વીડિયો
- ફોટો ગેલેરી
- હેલ્થ
- જીવનશૈલી
- અજબ ગજબ
- જનરલ નોલેજ
- જમ્મુ કાશ્મીર
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Atul Rathod
નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશન પાસે પાણીની જૂની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન મોટો બનાવ સર્જાયો હતો. મહાનગરપાલિકાએ આ ટાંકી ઉતારવા માટે પ્રાઈવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આજે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જર્જરીત હાલતમાં આવેલી દિવાલનો ભાગ ઘસી પડ્યો. આ બનાવ દરમિયાન નીચે પાર્ક કરેલી બાઈક, કાર તેમજ ફાયર વિભાગની ગાડીને નુકસાન થયું હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાના દ્રશ્યો લાઈવ વીડિયોમાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા બજાર વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા. રસ્તા પર એટલું પાણી ફેલાયું કે જાણે નદી વહેતી હોય એવા…
મહારાષ્ટ્ર રાજ્યના મકોકા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને જામીન પર છૂટેલા આરોપીઓએ ગુજરાતમાં ગુનાઓને અંજામ આપવાની શરૂઆત કરી હતી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેસ્મા ગામ નજીકથી મહિલાની ચેન સ્નેચિંગ કરી ભાગેલા આરોપીઓને નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી પેટ્રોલ પંપ પાસે મહિલાનું મંગળસૂત્ર છીનવીને ભાગેલા આરોપીઓ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓએ મહારાષ્ટ્રમાં 50થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હતો. ફિલ્મી ઢબે પકડાયા આરોપીઓ સીસીટીવીના આધારે પોલીસે લોકેશન ચેક કરી આરોપીઓ મુંબઈ તરફ ભાગતા હોવાનું ધ્યાન આવ્યું. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને સવારે 10 વાગ્યે ગણદેવી તાલુકાના…
(input- Bhavin Patil, information dep, Navsari) સુલતાનપુર (જલાલપોર, નવસારી) — ખુાલી ખાજણ જમીનમાં આજે માછલીના તળાવો, હરિયાળી શાકભાજીના ખેતર અને પશુપાલન જોડાઇને ગામના પરિવારોને કાયમી રોજગાર અને આત્મનિર્ભરતા આપી રહ્યાં છે. કેન્દ્ર સરકારની “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond (ST Component)” યોજના દ્વારા અમલમાં આવેલ આ પ્રોજેક્ટ ગામ માટે પ્રેરણાનું મોડેલ બની ગયો છે. પ્રોજેક્ટ સંક્ષેપ (What we did) 2 એકર બિનઉપજાઉ ખાજણ જમીન પર સંકલિત મોડેલ અમલમાં મુક્યો. Brackish (ખાર-મીઠું મિશ્ર) પાણીના તળાવોવાળા માળખે માછલી ઉછેર (Sea bass fry, Milkfish, Mud crab, Pearlspot juveniles). શાકભાજી (હમણાં ઉપયોગી અને બજારમુખી), દેશી કૂકડા અને બકરી પાલનનું સંકલન. ICAR-CIBA દ્વારા…
કોઈ પણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો પહેલો આશય આ શહેરને ડબલ ગતિએ દોડાવવાનો હોય છે. તેનો વિકાસ કરવાનો હોય છે. પરંતુ નવસારીમાં સ્થિતિ કઈક અલગ જ જોવા મળી છે. કારણ કે અહીં સમસ્યા તો છે પરંતુ તેના નિકાલની કોઈ નક્કર વ્યવસ્થા નથી તેવા દ્રશ્યો સર્જાયા છે. વાત છે નવસારીના છાપરા રોડની પંચવટી સોસાયટીની કે જ્યાં છેલ્લા કેટલાય મહિનાથી નરક જેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે અહીં ગટર ઉભરાય છે એટલે કે કોઈ ગટરની કેનાલ ની બાજુમાં રહેતા હોય તેવી સ્થાનિકોની સ્થિતિ સર્જાઈ જાય છે. જો આવી પરિસ્થિતિ સર્જાય એટલે પહેલો પ્રશ્ન લોકોના સ્વાસ્થ્યનો આવે છે. કે શું સ્થાનિકો વેરો ભરે છે…
નવસારી શહેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ગઈકાલે નવસારીમાં બે નાનકડી બાળકી પૈકી એકનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપુરમાં મળી આવ્યો હતો. આ બનાવને પગલે શહેરમાં ચકચાર મચી હતી. આજે ફરી એક હચમચાવી મુકનારી ઘટના સામે આવી. બંને બાળકીની માતાનો મૃતદેહ કરાડી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ 28 વર્ષીય પરણીતા ખેવના હાર્દિક નાયક તરીકે થઈ છે. પરણીતા ખેવના નાયક પોતાની બે દીકરીઓ સાથે 31મી ઓગસ્ટથી ઘરેથી ગુમ થઈ હતી. અગમ્ય કારણસર તેણે બંને દીકરીઓ સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સામૂહિક આપઘાતથી સમગ્ર જિલ્લામાં શોક છવાઈ ગયો છે. https://youtu.be/5Ywx8iUU44s?si=aKmwV1h_Vp0CQOSg…
બીલીમોરા સ્ટેશન રોડ પર આવેલ લાલ વાવટાની ગલીના એકતા યુવક મંડળ દ્વારા આ વખતે ગણેશ મહોત્સવને સેવા અને માનવતાની મહેકથી વિશેષ પ્રેરણાદાયી બનાવાયો હતો. મંડળે બીલીમોરા એનએમપી બ્લડ બેંક અને ગણદેવી તાલુકા પત્રકાર સંઘના સહયોગથી 239 યુનિટ રક્તદાન યોજી સમાજસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો. મુસ્લિમ NRI દાતા એ આપી પ્રોત્સાહન રૂપી ભેટ દરેક ક્ષણે દુનિયામાં અનેક જીવનો મોત સામે ઝઝૂમતા હોય છે, ત્યારે રક્તદાન કોઈક માટે જીવનદાન સમાન બની શકે છે. આ જ ઉમદા હેતુ સાથે મંડળે વર્ષો વર્ષથી એનઆરઆઈ દાતા હાજી નજમાબેન અબ્બાસભાઈ મલેક અને મેકી અબ્બાસભાઈ મલેકના પ્રોત્સાહનથી રક્તદાન શિબિરનું આયોજન ચાલુ રાખ્યું છે. https://youtu.be/cbaTLQnyO4M?si=2vm9N6siH39BmGu9 રવિવારના દિવસે વરસતા વરસાદ…
નવસારી નજીક આવેલા વિરાવળ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નવસારી અને સુરતને જોડતા બ્રિજ ઉપર આ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ઓવરટેક કરવાના પ્રયત્નમાં પાછળથી આવી રહેલી કારએ આગળ ચાલતી કારને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાંથી પસાર થઈ રહેલા સાયકલ ચાલકને અડફેટે લીધો. સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના કારણે બ્રિજ પર લાંબો સમય સુધી મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક…
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિના આગમન દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગામમાં મૂર્તિ લાવવાની મોસાળ ચાલતી હતી એ સમયે લોખંડનો પાઇપ હાઈટેન્શન લાઈનને અડી જતા કરંટ ફાટી નીકળ્યો. આ ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં કેયુર પટેલ, નિશાંત પટેલ, વિજય પટેલ, કરીશ પટેલ અને નિલેશ પટેલનો સમાવેશ થાય છે. મૃતદેહોને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટના અંગે જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા…
નવસારીના વિજલપોરમાં લિફ્ટ દુર્ઘટનામાં 5 વર્ષીય બાળકનું મૃત્યુ, જુઓ કેવી રીતે લિફ્ટ કાપી કાઢ્યું બહાર
નવસારી અપડેટ : નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલ નીરવ સ્કવેર એપાર્ટમેન્ટમાં આજે સવારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. એપાર્ટમેન્ટની લિફ્ટમાં 5 વર્ષીય વિપુલ બારૈયા ફસાઈ જતા પરિવારજનોએ ઘબરાટ અનુભવ્યો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહામહેનત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો. પ્રાથમિક તારણ મુજબ લિફ્ટનું યોગ્ય મેન્ટેનન્સ ન થવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી બારૈયા પરિવાર પર શોકનું છાયું છવાઈ ગયું છે અને સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
ગુજરાતમાં સૌથી વધુ આઇપીએસ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. ઘણા લાંબા સમયથી બદલીઓની અટકણો ના દોર શરૂ થયા હતા જેનો અંત આવ્યો છે સુરત રેન્જ એટલે કે દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લા પોલીસવડાઓની બદલી કરવામાં આવી છે. સુરત રૂરલ તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લા પોલીસવડાઓની આંતરિક રીતે બદલીઓ કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલની વડોદરા ગ્રામ્ય પોલીસવડા તરીકે બદલી તથા તેમના સ્થાને તાપી જિલ્લા પોલીસવડા એવા રાહુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. સુશીલ અગ્રવાલને પુલિંગ આઉટસેરેમની દ્વારા વિદાય આપવામાં આવી છે સાથે નવા નિયુક્ત થયેલા રાહુલ પટેલને ગાર્ડ ઓફ ઓનર આપી આવકારવામાં આવ્યા છે…