Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»સુરત»સોલાર તરફ કેમ વળી રહ્યા છે સુરતીઓ ? જાણો કારણ અને સૌર ઊર્જાના વિશેષ ફાયદા વિગતવાર
સુરત

સોલાર તરફ કેમ વળી રહ્યા છે સુરતીઓ ? જાણો કારણ અને સૌર ઊર્જાના વિશેષ ફાયદા વિગતવાર

સુરત જિલ્લાના માંડવી તાલુકાના સુનિલભાઇ પાટીલે બિનપરંપરાગત સૌર ઊર્જાનો ઉપયોગ કરી ઘરનું વીજબીલ શૂન્ય થયું છે. માંડવીના પાટીલ પરિવાર સરકારની પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના થકી સોલાર પેનલ લગાડી છેલ્લા ચાર વર્ષથી વિનામુલ્યે વીજળી મેળવી રહ્યાં છે.
Atul RathodBy Atul RathodOctober 3, 2024No Comments3 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
benefits of solar energy electricity bill will be zero know surties
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે.

આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સુર્ય ,ઘર મફત વિજળી યોજના અમલી બનાવી છે.

આ યોજના હેઠળ સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા સુનિલભાઇ ઝેડ.પાટીલે પી.એમ.સુર્ય ઘર યોજના (સોલાર રૂફ ટોપ) અંતર્ગત સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ કરી પોતાના ઘરનું વીજબીલ શૂન્ય કર્યું છે.

માંડવી તાલુકામાં પીએન પાર્ક સોસાયટીના બંગલાની અગાસી પર પર્યાવરણ પ્રત્યે જાગૃત પાટીલ પરિવારે ૪ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી કુદરતી સૌર ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે.

વીજબીલની ચિંતા કરવી પડતી નથી એમ ખુશી વ્યક્ત કરતાં સુનિલભાઇ કહે છે કે, સોલાર લગાવવામાં ફાયદો જ ફાયદો છે. વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટમાં લાઈફ ટાઈમ વીજળી મળી રહે છે. મારા ઘરમાં ૨૦૨૦ના વર્ષમાં ૪ કિલો વોટની સોલાર પેનલ લગાવી છે. જેમાં કુલ ખર્ચે ૧.૬૧ લાખ થયો જેમાં રૂા.૪૦,૦૦૦ની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી અમારા ઘરના રૂમ, ટીવી, ફ્રીજ, એ.સી.ના અને અન્ય જરૂરિયાત વપરાશનું વીજબીલ શૂન્ય થયું છે. અમારા ઘરના વાર્ષિક ૨૫૦૦ યુનિટના વપરાશ સામે બિનપરંપરાગત સૌર ઉર્જાના માધ્યમ થકી અમે અંદાજીત ૩૫૦૦ યુનિટ વીજળી પ્રાપ્ત કરી રહ્યા છીએ. હવે અમારે વીજબીલને લઈને ચિંતા કરવી પડતી નથી. સોલાર પેનલ લગાવાથી ફાયદો છે સાથે પ્રદુષણમુક્ત સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણના જતનમાં યોગદાન આપવાનું ગર્વ છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેઓ જણાવે છે કે, સોલાર પાવર જનરેટ થયા પછી બિલ તો નથી જ આવતું ઉપરથી વધારાના ઉત્પાદિત થતા યુનિટને વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે. તેમણે પોતે પોતાના ઘરમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ દ્વારા બચત થતી મૂડીની ગણતરી કરી કહ્યું કે, પહેલા ઘરનું ૨ મહિનાનું થઈને લગભગ રૂ.૨૫૦૦નું બિલ આવતું હતું. જે આજે શુન્ય થયું છે. પરંતુ ઉપરથી રૂ.૧૫ થી ૨૦ હજારની ક્રેડિટરૂપે આવક થઈ છે. આમ, સબસીડી સાથેની સોલાર સિસ્ટમ તમે નખાવો તો તમે તેનો ખર્ચ આરામથી ૪ થી ૫ વર્ષમાં કાઢી શકશો.

ઋતુ પ્રમાણે યુનિટના ઉત્પાદનમાં ફેરફાર

તેઓ જણાવે છે કે, ઉનાળામાં દિવસની લંબાઈ વધારે હોય અને ગરમી પણ વધારે હોય જેથી સોલાર દ્વારા વધારે વીજળી ઉત્પન્ન થાય છે. ૪ કિલોવોટમાં લગભગ દિવસના ૨૦ યુનિટ આસપાસ વીજળી ઉત્પન્ન થાય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી ૧૦ થી ૧૫ યુનિટ વચ્ચે વિજળી ઉત્પન્ન થાય છે અને ચોમાસામાં વાદળછાયા વાતાવરણના કારણે ૭ થી ૮ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે.

સિસ્ટમ સરખી રીતે કાર્ય કરે તે માટે રાખવી પડતી ફક્ત એક જ કાળજી

સોલાર સિસ્ટમ અપલોડ કર્યા પછી કાળજી એક જ રાખવાની છે કે દર અઠવાડીએ તેને વ્યવસ્થિત પાણીથી સાફ કરવી આવશ્યક છે. અત્યારે તો સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો તેની સાથે જ મીની ફુવારા પણ પેનલ પર લગાવી શકાય છે.

solar solar energy Solar Rooftop solar Scheme Surat
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

July 27, 2026

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,866 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,738 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,407 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,029 Views
Don't Miss
નવસારી

દક્ષિણ ગુજરાતના પૂર બાદ નવસારીના પત્રકારોની માનવતાભરી પહેલ, પૂરપીડિત પરિવારોને રાહત કિટનું વિતરણ

By Atul RathodJuly 27, 20260

દક્ષિણ ગુજરાતમાં આવેલા વિનાશક પૂરના કારણે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આવી મુશ્કેલ…

નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી પાર, 23 ફૂટ વટાવી 26 ફૂટ પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી

July 23, 2026

સત્ય ઘટના… નવસારીમાં મુસ્લિમ અને પારસી પ્રેમ સંબંધોનો કરુણ અંજામ હિન્દુ સમાજ વ્હારે આવ્યો

June 3, 2026

નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુન્સિકુઇ મેદાનની ગ્રીલનું કામ રોકાવ્યું

May 29, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.