Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»નવસારી જિલ્લામાં ભારે વરસાદ, 19 રસ્તાઓ બંધ, અહીં જુઓ આખું List
નવસારી

નવસારી જિલ્લામાં ભારે વરસાદ, 19 રસ્તાઓ બંધ, અહીં જુઓ આખું List

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે 19 રસ્તાઓ અવરોધાયા છે. જિલ્લામાં વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરાઈ છે.
Atul RathodBy Atul RathodJune 19, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં અનેક નાની-મોટી નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. જેના પરિણામે પંચાયતના હસ્તકના કુલ 19 રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા છે.

વિગતવાર અવરોધાયેલા રસ્તાઓ:

  • વાંસદા તાલુકા: 14 રસ્તાઓ
  • નવસારી તાલુકા: 2 રસ્તાઓ
  • ચીખલી તાલુકા: 2 રસ્તાઓ
  • ખેરગામ તાલુકા: 1 રસ્તો

વૈકલ્પિક માર્ગો અને સુરક્ષા વ્યવસ્થા:

નવસારી જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ અવરોધિત રસ્તાઓનો ઉપયોગ ટાળી વૈકલ્પિક માર્ગો અપનાવે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે વિવિધ તાલુકાઓમાં માર્ગ અને મકાન વિભાગના માર્ગ વાહનવ્યહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. વાંસદા તાલુકાના કાળાઆંબા વાટી રોડ પર અંબિકા નદી પર કોઈ સ્ટ્રકચર ન હોવાથી રાહદારી માટે વિકલ્પ તરીકે વાટી થી ડુંગરડા, વઘઈથી વાંસદા માર્ગ દર્શાવાયો હતો. આ માર્ગ 23 કિમી લાંબો છે અને નદીમાં પાણીનું પ્રવાહ અટક્યા બાદ ફરી ચાલુ થશે.

વાંસદાના અન્ય માર્ગો જેમ કે મહુવાસ-સરા, વાંદરવેલા-દોણજા, અને મોળાઆંબા-બોપી જેવા માર્ગો પણ કોઝવે ઓવરટોપિંગને કારણે બંધ છે. વિકલ્પ રૂપે આસપાસના માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની લંબાઈ 4 કિમીથી 14 કિમી સુધીની છે. અંબિકા નદી અને અન્ય સ્થળોએ પાણીના પ્રવાહ બંધ થતા એ માર્ગો ફરી શરૂ થવાની ધારણા છે.

ચીખલી તાલુકામાં વેલણપુર એપ્રોચ રોડ ઉપર કોઝવે ઓવરટોપિંગને કારણે અવરોધ થયો છે, જ્યારે નવસારી તાલુકાના સુપા કુરેલ રોડ પર બોક્ષ કલવટમાં પાણી ભરાયા છે. ખેરગામમાં તોરણવેરા પારી ખટાણા માર્ગ ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે બંધ છે.

આ તમામ માર્ગોમાં જળપ્રવાહ અટક્યા પછી અથવા જરૂરી મરમત્તાના કામો પૂર્ણ થયા બાદ ટ્રાફિક શરૂ થવાની ધારણા છે. ખાસ કરીને વાંસદા તાલુકામાં સૌથી વધુ 14 માર્ગો પર અસર જોવા મળી છે, જ્યારે અન્ય તાલુકાઓમાં માર્ગ બંધ થવાના કારણે હાલ વૈકલ્પિક વ્યવસ્થાઓની જાણકારી આપવામાં આવી છે.

આ તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લાના ઉપરવાસ સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે.

નવસારીની પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા શહેરને અડીને આવેલા સુપા-કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કારણે આજુબાજુના 5 ગામના લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે 10 કિલોમીટરનો વધારાનો માર્ગ કાપવો પડી રહ્યો છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી સુપા-કુરેલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઊંચો બ્રિજ બનાવવાની માંગણી કરી છે. જોકે, આ સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ચોમાસા દરમિયાન દર વર્ષે આ સમસ્યા સર્જાય છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

હેલ્પલાઇન સેવાઓ:

  • ટોલ ફ્રી નંબર: 1077
  • નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર: 02637-233002/259401

જિલ્લા તંત્ર નાગરિકોને સલામતી માટે સાવચેત રહેવા અને તાકીદની પરિસ્થિતિમાં આ નંબર પર સંપર્ક કરવા વિનંતી કરે છે.

monsoon season Navsari Navsari Collector Navsari Rain
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,834 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.