Close Menu
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Janta Janardan
  • હોમ
  • Web Stories
  • ગુજરાત
    • નવસારી
    • વલસાડ
    • સુરત
  • મનોરંજન
  • બિઝનેસ
  • વીડિયો
  • ફોટો ગેલેરી
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
Janta Janardan
Home»ગુજરાત»નવસારી»લ્યો કરો વાત, સરકારની નીતિ રીતિ સામે નવસારી જિલ્લામાં એક કોથળો ભરીને ફરિયાદ ! જાણો આખરે સમસ્યા શું ?
નવસારી

લ્યો કરો વાત, સરકારની નીતિ રીતિ સામે નવસારી જિલ્લામાં એક કોથળો ભરીને ફરિયાદ ! જાણો આખરે સમસ્યા શું ?

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસમાં વારંવાર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવે છે અને સરકારી અધિકારીઓ કર્મચારીઓ મત મોટી લાંચ લેતા પકડાતા હોય છે અને એક કિસ્સાઓ હવે સામાન્ય બની ગયા છે. જાણે પગાર ન મળતો હોય અને ભૂખા મરવાની નોબત આવી હોય તેમ પૈસા કમાવવા માટે બેબાગાળા બનેલા કેટલાક લાલચુ કર્મચારીઓ પોલીસના સકંડામાં આવી જતા હોય છે. 
Atul RathodBy Atul RathodSeptember 27, 2024No Comments4 Mins Read
Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Navsari district bilimora palika many Complaint by citizen (1)
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

સરકારી વિભાગની આબરૂના ધજાગરા ઉડાવતા હોય છે. નવસારી જિલ્લામાં કોંગ્રેસ ચીથરેહાલ હાલતમાં આવી ગઈ છે, અને પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે.  એમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા નવસારી જિલ્લા સહિત વલસાડ અને નવસારી જિલ્લાના કાર્યકરો માટે જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોની સમસ્યાઓ સાંભળી હતી.

જનમંચ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેકટર ઓફિસ જમીન, વીજળી, પાણી અને તમામ વિભાગોને લગતા પ્રશ્નો બાબતે લોકો પાસે પ્રશ્નો જાણી રહી છે, અને જરૂર પડે મદદ કરવા માટેની તત્પરતા દાખવી રહી છે. એ બહાને પોતાનું અસ્તિત્વ ફરીથી ઊભું કરવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે.

નવસારીના બીલીમોરા શહેરમાં પાંચાલ સમાજની વાડીમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નવસારી શહેરના લોકો પોતાની સમસ્યા લઈને આવ્યા હતા. જેમાં મોટાભાગની સમસ્યાઓ જમીન વિવાદ ને લગતી પોલીસ વિભાગને લગતી અને સામાન્ય પાણી પુરવઠા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ ન કરાવતી હોવાની અને જમીન અને પોલીસ વિભાગને લગતા કામો ન થતા હોવાની ફરિયાદો આવી હતી.

25 જેટલી ફરિયાદો મળી હતી જેમાં કાર્યકર્તાઓ તમામ ફરિયાદોનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો કરશે એવી બાહેધારી આપી હતી જ્યારે અમિત ચાવડા પણ નજીકના સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે તેના માટે કેસ સ્ટડી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

નગરપાલિકા સામે એક કોથળો ભરીને શહેરના એક નાગરિકે કરી ફરિયાદ.

અમિત ચાવડા અને ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં નવસારી જિલ્લાના અગ્ર ગણ્યા કોંગ્રેસી સભ્યો હાજર રહ્યા હતા. તમામ રજૂઆતોમાં એક કોથળો ભરીને આરટીઆઈ અને તેને લગતા કાગળિયાઓ લઈને રજૂઆત કરવા આવેલા કમલેશભાઈ બારોટ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા નવસારી નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે તેમણે આરોપ કરતા એક થેલો ભરીને આર.ટી.આઈ ભેગી કરી છે અને એનું કોઈ પણ નિરાકરણ ન આવતું હોવાની રાવ અમિતભાઈ ચાવડા સામે કરી હતી. સાથે ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને વહીવટી તંત્ર સાથે મળીને કામગીરી કરી રહ્યો અને ભ્રષ્ટાચાર આખરી રહ્યા હોવાના ગંભીર આરોપો કર્યા હતા.

વીજ કંપનીના કર્મચારીઓનો પગાર ન મળતા રજૂઆત કર્યાના આઠ કલાકમાં પગાર મળી ગયો.

અમિતભાઈ ચાવડા ગત રોજ વલસાડ જિલ્લામાં જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા હતા તે દરમિયાન અમિતભાઈ ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કેટલાક વિભાગોમાં કામ કરતા લોકોની સમસ્યાઓનું નિવરાકરણ આવ્યું નથી અને નવ મહિનાથી પગાર ન મળ્યો હોવાની રજૂઆત કરી હતી અમિતભાઈ ચાવડાની મધ્યસ્થીતી માત્ર 8 કલાકના સમય ગાળામાં ત્રણ મહિનાનો પગાર મળી જતા યુવાનોમાં ખુશીનું મોજું ફરી વળ્યો હતો અને અમિતભાઈ ચાવડાનું આભાર માનીને સ્વાગત કર્યું હતું.

અમિત ચાવડાએ પણ પોતાના વક્તવ્યમાં ભાજપ પર અને વહીવટી તંત્ર પર આકરા સરસંધાનો કર્યા હતા.

નવસારી જિલ્લાના પ્રવાસે આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પોતાના વક્તવ્યમાં લોકોની સમસ્યા વધી રહી છે અને તંત્ર સાંભળતું નથી ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્રના અધિકારીઓના મેળાપી પાળવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગંભીર આરોપો કર્યા હતા.

નવસારી જિલ્લામાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ તલાસી રહી છે…

નવસારી જિલ્લાની જલાલપુર નવસારી ગણદેવી અને વાસદા એમ ચાર વિધાનસભા બેઠકો છે જેમાં માત્ર વાસદા વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ મજબૂતાઈથી ટક્કર આપી રહી છે અને અનંત પટેલ જેવા લડાયક નેતા ધારાસભ્ય તરીકે જીતીને વિધાનસભામાં બિરાજે છે અને નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે હાલના તબક્કે વાંસદા સિવાય નવસારીના તમામ તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ મન મોટાવ અને આંતરિક વિવાદો સપાટી પર છે. તેવા સમયે ભારતીય જનતા પાર્ટીને માંત કરવા માટે અને પોતે મજબૂત થવા માટે કોંગ્રેસ સમગ્ર જિલ્લામાં પ્રયાસ કરી રહી છે.

નવસારી જિલ્લા કોંગ્રેસમાં હજુ સંપૂર્ણ માળખાની કમી…

નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર પોતાનું રાજ કરે છે વાંચતા તાલુકામાં વિધાનસભામાં કોંગ્રેસ જીતીને આગળ આવે છે પરંતુ સંગઠનની તાકાત જીત સુધી દોરી જતી હોય છે પરંતુ એ માળખું ન હોવાના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે નવસારી જિલ્લામાં કોંગ્રેસ પાસે હજુ પણ પૂરતું તમામ મોરચાઓથી માંડીને સંગઠનનું પૂર્ણ માળખું ન હોવાના કારણે નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે.

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં આવશે…

નવસારીને મહાનગરપાલિકા નું માળખું મળી ગયું છે પરંતુ હજુ પરિપત્ર આવવાનો બાકી છે અને તમામ પ્રક્રિયાઓ સીમાંકનથી માંડીને જરૂરી ચૂંટણીની કાર્યવાહીઓ પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવામાં આવશે જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય તો તેના માટે કોંગ્રેસ પાસે અત્યારે મજબૂત માળખું નથી. નવસારી શહેરમાં હજુ પણ અન્ય મોરચાઓની રચના કરવાની બાકી છે જે નજીકના ભવિષ્યમાં કરવામાં આવે તો કોંગ્રેસ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે તેમ છે.

Amit Chavda Bilimora BJP Congress Navsari
Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
Atul Rathod
  • Website
  • Instagram

Related Posts

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

April 16, 2026

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026
Leave A Reply Cancel Reply

Demo
Top Posts

નવસારીમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના: માતા અને બે નાની દીકરીઓના મૃતદેહ મળતા શોકની છાયા

September 2, 20256,835 Views

ગણદેવીમાં હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો, ભક્તોમાં કુતુહલ, જુઓ Video

April 10, 20256,718 Views

ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરો.. નવસારીમાં જર્જરિત શોપિંગ સેન્ટરમાં 45 વર્ષથી ચાલતી દુકાનોને મહાપાલિકાની નોટિસ, જુઓ Video

July 17, 20254,370 Views

લુખ્ખા તત્વો ની દાદાગીરી… ગુજરાતમાં પોલીસ રાજ કે ગુંડા રાજ ? નવસારીના આ CCTV જોઈને તમે જ નક્કી કરો….

January 6, 20254,002 Views
Don't Miss
નવસારી

Election Manifesto : નવસારી માટે BJPનું “વિઝન નવસારી” રજૂ, ટ્વીન સિટીથી લઈને સ્માર્ટ વિકાસ સુધીના મોટા વચનો

By Atul RathodApril 16, 20260

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં…

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોના નામ જાહેર, જાણીતા નેતાઓની બાદબાકી, જુઓ List

April 10, 2026

કરમ કુંડળી : નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં કેવા કેવા નવાઈ લાગે તેવા વિવાદિત લોકો એ ટિકીટો માંગી ? જાણો

April 5, 2026

બોલો… નવસારી મહાનગર પાલિકામાં ટિકિટ માટે પરિવારોના પરિવારો ઉમટ્યા, હવે કામવાળી બાઈ જ બાકી રહી ગઈ !!!

April 4, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
Facebook X (Twitter) Instagram Pinterest
  • હોમ
  • ગુજરાત
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • મનોરંજન
  • વીડિયો
  • હેલ્થ
  • જીવનશૈલી
  • અજબ ગજબ
  • જનરલ નોલેજ
  • જમ્મુ કાશ્મીર
© 2026 Janta Janardan News. Designed by Chirag Lad.

Type above and press Enter to search. Press Esc to cancel.